Western Times News

Gujarati News

બળદગાડામાં બેસી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા

(એજન્સી)છોટાઉદેપુર, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ઉમેદવારોની જાહેરાત બાદ નેતાઓ ફોર્મ ભરી રહ્યાં છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ગુજરાતમાં કુલ બે તબક્કામાં મતદાન થવાનું છે અને ૮ ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

બીજા તબક્કાની ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલાં વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કાલે ઉમેદવારી નોંધાવી હતી.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુર જિલ્લાની ૧૩૮ જેતપુરપાવી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ કવાંટ મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

સુખરામ રાઠવાએ પહેલા આદિવાસી ઓળખ સમા બળદગાડામાં સવાર થઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કાલે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યારબાદ તેઓ બળદગાડામાં સવાર થઈને ક્વાંટ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.આ વખતે ગુજરાતમાં ૧૦૧ ટકા કોંગ્રેસની સરકાર બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.