૧૯૯૦ના ત્રિ-પાંખીયા જંગે ભાજપની દશા અને દિશા બદલી
૧૯૮૫માં ૧૪૯ બેઠક મેળવનાર કોંગ્રેસ ૧૯૯૦માં માત્ર ૩૩ બેઠકો પર સમેટાઈ-આમ ૧૯૮૫ માં રેકોર્ડ બ્રેક સીટ મેળવનાર કોંગ્રેસ પાર્ટીનો ૧૯૯૦ માં કરુણ રકાસ થયો હતો
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ત્રિપંખીયો જંગ જામી રહ્યો છે રાજ્યમાં પ્રથમ વખત જ એક પ્રાદેશિક પાર્ટી એ ઝંપલાવ્યું છે જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે
ગુજરાત રાજ્યમાં આ અગાઉ ૩૨ વર્ષ પહેલા ત્રિકોણીયો જંગ થયો હતો જેના કારણે ભારતીય જનતા પાર્ટી માટે સત્તાના દ્વાર ખુલી ગયા હતા. તેમજ પાર્ટીની દશા અને દિશા બંને બદલાઈ ગયા હતા.
ગુજરાત રાજ્ય વિધાનસભાની ૧૯૮૫ ના વર્ષમાં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ૧૬૯ બેઠકો મેળવી હતી જેનો રેકોર્ડ હજી સુધી અકબંધ છે પરંતુ કોંગ્રેસ પક્ષે ૧૯૮૫ માં પાટીદાર સમાજની કરેલી ઉપેક્ષા ના કારણે ૧૯૯૦થી તેની પડતી શરૂ થઈ ગઈ હતી. ૧૯૮૫ માં માધવસિંહ સોલંકીના નેજા હેઠળ કોંગ્રેસ પક્ષે કામ થિયરી અપનાવી હતી
તેમજ પાટીદાર સમાજને માત્ર એક જ ટિકિટ ફાળવી હતી જેના કારણે નારાજ થયેલા પાટીદારો ભાજપ અને જનતા દળ તરફ વળ્યા હતા જેના કારણે કોંગ્રેસ પક્ષ ૧૯૯૫ થી રાજ્યમાં સતાથી વિમુખ થઈ ગયો છે ૧૯૯૦ ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે ચીમનભાઈ પટેલે પણ જનતા દળ ની રચના કરી ચૂંટણી જંગમાં જમ્પલાવ્યું હતું
આ ચૂંટણીમાં ટકાવારી પ્રમાણે સૌથી વધુ મત કોંગ્રેસને મળ્યા હતા પરંતુ બેઠકો સૌથી ઓછી મળી હતી જેના કારણે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરી સરકારની રચના કરી હતી જેમાં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીપદે રહ્યા હતા .
૧૯૯૦ માં કોંગ્રેસ પક્ષને ૩૦.૭૪% વોટ મળ્યા હતા જ્યારે માત્ર ૩૩ બેઠકો જ મળી હતી ભારતીય જનતા પાર્ટીને ૨૬.૬૯ ટકા મત મળ્યા હતા પરંતુ બેઠક ની સંખ્યા ૫૬ હતી ચીમનભાઈ પટેલની જનતા દર ને ૨૯.૩૬% મત મળ્યા હતા જેની સામે ૭૦ બેઠક મળી હતી
આમ ૧૯૮૫ માં રેકોર્ડ બ્રેક સીટ મેળવનાર કોંગ્રેસ પાર્ટીનો ૧૯૯૦ માં કરુણ રકાસ થયો હતો ૧૯૯૦ ના આ આ જંગ બાદ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત રાજ્યમાં સત્તાના દ્વાર ખુલી ગયા હતા તેમ માનવામાં આવે છે કારણ કે ત્યારબાદ ૧૯૯૫ માં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ પ્રચંડ બહુમતી મેળવી એકલા હાથે સરકાર બનાવી હતી.
જે સીલસીલો હજી સુધી યથાવત છે. જાેકે ૧૯૯૫ બાદ થોડા સમય માટે શંકરસિંહ વાઘેલાની રાજપા પાર્ટીએ પણ ગુજરાતમાં શાસન કર્યું હતું.
રાજ્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં પણ ત્રિપાખીયો જંગ થયો છે આ વખતે આમ આદમી પાર્ટી એ પણ પુરા જાેસ થી ઝંપલાવ્યું છે. જાે કે આમ આદમી પાર્ટી સત્તા મેળવે તેવી શક્યતાઓ શૂન્ય બરાબર છે. તેમ છતાં આમ આદમી પાર્ટીને મળનાર વોટ ની ટકાવારી તેમજ બેઠકોની સંખ્યા પરિણામમાં ફેરફાર કરી શકે છે
આમ આદમી પાર્ટી સુરત અને સૌરાષ્ટ્રમાં સારું પર્ફોમન્સ કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે જાેકે આમ આદમી પાર્ટીનું મૂળ મકસદ ૬ ટકા વોટ મેળવી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી બનવાનું છે ૧૯૯૦ ના પરિણામ બાદ જે રીતે ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા હતા તેવી જ રીતે ૨૦૨૨ બાદ રાજકીય સમીકરણો બદલાય છે કે કેમ તેની પર સૌની નજર રહેશે