ગુજરાતની આ એકમાત્ર બેઠક માટે ભાજપ હજુ અવઢવમાં

કોંગ્રેસના તમામ ૧૮૨ ઉમેદવાર જાહેરઃ ભાજપમાં માંજલપુર બેઠક માટે ખેંચતાણ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે વધુ એક યાદી બહાર પાડી છે.
ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસ સુસ્ત નજર આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આજે બહાર પડેલી યાદીમાં ૩૭ નામોની યાદી બહાર પાડવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં તીવ્ર હરીફાઈ જાેવા મળી રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે
અને બીજા તબક્કાનું મતદાન ૫મી તારીખે થવાનું છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે જાહેર થવાનું છે. પહેલા તબક્કાના મતદાન માટેના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને તેની ચકાસણી પણ પુરી થઇ ગઈ છે. આવતીકાલે પહેલા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ભરવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ભાજપે પોતાના વધુ ૩ ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે વધુ ૩ ઉમેદવારો જાહેર કર્યા છે.
ભાજપે ખેરાલું, માણસા અને ગરબાડાથી ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે વધુ ૩ ઉમેદવારો જાહેર કર્યાઃ ખેરાલુથી સરદારસિંહ ચૌધરી, માણસાથી જયંતિભાઈ, ગરબાડાથી મહેન્દ્રભાઈ ભાભોરને ટિકિટ
હવે ભાજપની માત્ર એક વડોદરાની માંજલપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ૧૮૨ બેઠકોમાંથી ૧૮૧ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અનેક નવા ચેહરાને તક આપી છે તો કેટલાક જૂના જાેગીઓનું પત્તુ કપાયું છે.