સણસોલી ગામ સ્થિત ચાર ધામ મંદિર તથા સાંસ્કૃતિક સેવા સંકુલની પ્રતિકૃતિનું અનાવરણ
દેવભૂમિ – ચાર ધામ શ્રી બદ્રીનાથ, શ્રી કેદારનાથ, શ્રી ગંગોત્રી, શ્રી યમનોત્રી મંદિરની પ્રતિકૃતિનું અનાવરણ
અમદાવાદઃ તમામ ધર્મપ્રેમી જનતા માટે ચાર ધામ પ્રતિકૃતિ સમાન મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ માટે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ તારીખ 16 મવેમ્બરના રોજ યોજાઇ ગયો. નૈનપુર ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની નજીક અને
અમદાવાદથી ડાકોર જવાના માર્ગ પર આવેલા સણસોલી ગામ ખાતે શ્રી ગઢદેશીય મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા દેવભૂમિ – ચાર ધામ શ્રી બદ્રીનાથ, શ્રી કેદારનાથ, શ્રી ગંગોત્રી, શ્રી યમનોત્રી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સણસોલી ગામ ખાતે સાંસ્કૃતિક સેવા સંકુલ પણ આકાર પામી રહ્યું છે.
આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ વિશે ચારધામ સાંસ્કૃતિક સેવા સંકુલ નિર્માણ સમિતીના અધ્યક્ષ અને ગઢદેશીય મિત્ર મંડળ, અમદાવાદના માનદ ટ્રસ્ટી શ્રી લક્ષ્મી પ્રસાદ ગૈરોલાએ જણાવ્યું, “ગુજરાતમાંથી જે પણ ધર્મ પ્રેમી જનતા ભગવાન બદ્રી વિશાલ કેદારનાથ અને ચાર ધામની યાત્રા કરવા માટે સક્ષમ નથી,
તેમને ભાગવાનના ચારધામના દર્શન આ સ્થાન પર કરવાની વ્યવસ્થા અને સુવિધા ઉપલબ્ધ કરાવતા અને આ પ્રકારના ભવ્ય ધામનું નિર્માણ ગુજરાતની પાવન ધરા કરાવતા અમને આનંદ થઇ રહ્યો છે.”
ચાર ધામ મંદિર પ્રતિકૃતિનું અનાવરણ બુધવાર તા. 16 નવેમ્બર, 2022ના રોજ કરવામાં આવ્યું. જે અનુસંધાનમાં શ્રી ગઢદેશીય મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા તમામ સમાજ અને ધર્મ પ્રેમીઓને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. તારીખ 16 નવેમ્બર, બુધવારે સવારે 10.30 કલાકેથી
પૂજા-અર્ચનાની સાથે ચાર ધામોની આરાધના સહિત વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત, આમંત્રિત મહાનુભાવો અને તમામ ભક્તો માટે સામૂહિક પ્રસાદીનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતુ. આ આયોજનના તમામ ખર્ચના દાતા તરીકે શ્રી ડૉ. રાજીવ પ્રેમલાલ પાલીવાલજી પરિવારે લાભ લીધો હતો.
આ ધાર્મિક પ્રસંગે શ્રી ગઢદેશીય મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા તમામ સમાજ અને ધર્મ પ્રેમીઓને સહપરિવાર પધારી ભગવાન શ્રી બ્રદ્રીવિશાલની સાથેસાથે કેદારબાબા, માઁ ગંગોત્રી, માઁ યમનોત્રી આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉલેલ્ખનીય છે કે, શ્રી ગઢદેશીય મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા નિર્મિત આ ચાર ધામ મંદિરના ભૂમિ સંપાદન કાર્યનો પ્રારંભ જાન્યુઆરી 2014માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, વિતેલા વર્ષોમાં નિર્માણ કાર્ય સંબંધિત વિવિધ વિભાગો અને કાર્યલયો તરફથી મંજૂરી મેળવી કાર્યને ગતિ આપવામાં આવી.
મંજૂરી બાદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આર્કિટેક્ચરની મદદથી ચાર ધામ મંદિરના નિર્માણ કાર્યનો આરંભ કરવામાં આવ્યો. છેલ્લા 4 વર્ષમાં મંદિર સંકુલનું મોટાભાગનું કાર્ય જેમકે, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વ્યવસ્થા, પહેલા માળે સભાખંડ કાર્યાલય, સેવા સંબંધી પ્રાર્થના સભાખંડ ઉપરાંત, વિવિધ ખંડોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. મોટા ભાગનું કાર્ય પૂર્ણ થઇ ચૂંક્યુ છે.