આલિયા અને રણબીરે પાડ્યું દીકરીનું ખાસ નામ
મુંબઈ, કપૂર ખાનદાનમાં હાલ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. કપૂર પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે. ઋષિ કપૂર અને નીતૂ કપૂરના દીકરા રણબીર કપૂરના ત્યાં દીકરીનો જન્મ થયો છે. ૬ નવેમ્બરે રણબીરની પત્ની આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો હતો.
ફેન્સ આલિયા-રણબીરની દીકરીની પહેલી ઝલક નિહાળવા માટે તત્પર થઈ રહ્યા છે. હજી સુધી તો આલિયા-રણબીરે દીકરીનો ફોટો કે તેનું નામ જાહેર નથી કર્યું. પરંતુ મીડિયામાં રિપોર્ટ્સ વહેતા થયા છે કે, કપલે દીકરીનું નામ નક્કી કરી દીધું છે.
બોલિવુડ લાઈફના રિપોર્ટ અનુસાર, આલિયા-રણબીર સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂર સાથે જાેડાયેલું નામ પાડ્યું છે. પોતાના સંતાનોની આ વિચારસરણી જાેઈને નીતૂ કપૂર ઈમોશનલ થઈ ગયા હતા. જાેકે, કપલે દીકરીનું નામ શું પાડ્યું છે તે અંગેનો ખુલાસો હજી સુધી થયો નથી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપૂર અને ભટ્ટ પરિવારે સાથે મળીને દીકરીનું નામ નક્કી કરી લીધું છે અને બધાને પસંદ પણ આવ્યું છે. ટૂંક સમયમાં જ તેઓ ફેન્સ સાથે દીકરીનું નામ શેર કરશે. થોડા સમય પહેલા જ મીડિયામાં રિપોર્ટ્સ હતા કે હાલ આલિયા-રણબીર પોતાની દીકરીની વધુ વિગતો મીડિયામાં જાય તેવું નથી ઈચ્છતા. એટલે જ તેઓ તસવીર શેર નહીં કરે. તેમણે નો પિક્ચર પોલીસી રાખી છે.
મતલબ કે, તેમની દીકરીને મળતી વખતે ફોટો પાડવાની મંજૂરી નહીં હોય. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર છે.
ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ સિવાય આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડ ડેબ્યૂ કરશે. રણબીરની વાત કરીએ તો, તે લવ રંજનની આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે દેખાશે. આ સિવાય તેની પાસે ‘એનિમલ’ પણ છે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર અને રશ્મિકા મંદાના છે.SS1MS