જયાજીના વાળ લાંબા હોવાથી લગ્ન કર્યા હતા: અમિતાભ
મુંબઈ, બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૦ વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે અને બેક ટુ બેક પ્રોજેક્ટ કરી રહ્યા છે. હાલ તેઓ ક્વિઝ આધારિત શો કૌન બનેગા કરોડપતિ ૧૪ હોસ્ટ કરી રહ્યા છે. અહીંયા તેઓ તેમના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને સિક્રેટ શેર કરતાં રહે છે. આ સિવાય પરિવારના સભ્યોની અજાણી વાતો પણ જણાવતા રહે છે.
KBC ૧૪ના લેટેસ્ટ એપિસોડમાં હોટસીટ પર બેઠેલી કન્ટેસ્ટન્ટને જાેઈને તેમને જૂના દિવસો યાદ આવી ગયા હતા. આ દરમિયાન તેણે જયા બચ્ચન સાથે લગ્ન કરવાનું કારણ પ્રેમ સિવાય બીજું કયુ હતું તેનો ખુલાસો કર્યો હતો. ચેનલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પ્રોમો સામે આવ્યો છે.
જેમાં અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટના લાંબા વાળના વખાણ કરતાં જાેવા મળ્યા. તેમણે તેને પોતાના વાળ કેમેરા સામે પણ દેખાડવા કહ્યું. ત્યારબાદ તેમણે કહ્યું ‘મેં પણ મારી પત્ની સાથે એટલા માટે લગ્ન કર્યા હતા કારણ કે તેના વાળ ઘણા લાંબા હતા’.
તેમની આ વાત સાંભળીને બધા તાળીઓ પાડવા લાગ્યા. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પહેલી મુલાકાત ૧૯૭૧માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’ના સેટ પર થઈ હતી. ત્યારબાદ બંને ઘણી ફિલ્મોમાં સાથે જાેવા મળ્યા હતા. તેમણે જંજીર, અભિમાન, ચુપકે ચુપકે, શોલે, કભી ખુશી કભી ગમ અને સિલસિલામાં સ્ક્રીન શેર કરી હતી. મુલાકાતના બે વર્ષ બાદ એટલે કે ૩ જૂન, ૧૯૭૩ના રોજ તેમણે લગ્ન કર્યા હતા. તેઓ અભિષેક અને શ્વેતા નામના બાળકોના માતા છે.
અભિષેક તેમના પગલે-પગલે ચાલીને એક્ટર બન્યો છે જ્યારે શ્વેતા ઓથર છે. તેની દીકરી નવ્યા નવેલી નંદા પણ લાઈમલાઈટમાં રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઊંચાઈ’માં જાેવા મળ્યા હતા. જેમની સાથે અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની ડેન્ઝપ્પા, સારિકા, પરિણિતી ચોપરા અને નીના ગુપ્તા જેવા કલાકારો હતા. જેનું ડિરેક્શન સૂરજ બડજાત્યાએ કર્યું હતું.
તેમની પાસે હવે પ્રોડેક્ટ કે અને ગણપથ જેવી ફિલ્મો છે. તો બીજી તરફ, જયા બચ્ચન ઘણા વર્ષો બાદ મોટા પડદા પર કમબેક કરવાના છે. તેઓ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં દેખાશે. જેમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ છે.SS1MS