સારા અલી ખાને સાડી પહેરીને ખેતરમાં આપ્યા પોઝ
મુંબઈ, એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સેલિબ્રિટીમાંથી એક છે, જે ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તે પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે દેશના કોઈ ગ્રામીણ વિસ્તારમાં પહોંચી હતી.
નવાબી પરિવાર સાથે સંબંધ ધરાવતી અને દિલથી એકદમ દેસી સારાએ અહીંયા ખેતરમાં ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી. જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે લાઈટ એમ્બ્રોઈડરી વર્ક કરેલી પિંક કલરની સાડી અને ગ્રીન કલરના પ્રિન્ટેડ બ્લાઉઝમાં જાેવા મળી.
આ સાથે તેણે પોતાના ખુલ્લા રાખ્યા છે અને લૂકના પૂરો કરતાં હાથમાં મેચિંગ બંગડી તેમજ ગોલ્ડન જુમકાં પહેર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં તે ખેતરમાં રાખેલા ખાટલા પર બેસીને પોઝ આપી રહી છે. જ્યારે એક તસવીરમાં તે અસ્ત થઈ રહેલા સૂર્યની સામે ઉભી છે. અંતિમ તસવીરોમાં તેની સાથે ત્યાં રહેતા બાળકોને જાેઈ શકાય છે. આ સાથે લખ્યું છે ‘તને ગમે ત્યાં જાઓ તે કોઈ પણ રીતે તમારો ભાગ બની જાય છે’. એક્ટ્રેસ ટીમ ઈન્ડિયાના યંગ ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ત્યારે ફોલોઅર્સે તસવીરો પર કોમેન્ટ કરતાં તેનું નામ લીધું. એકે લખ્યું છે ‘આ શુભમન ગિલનું ગામડું લાગે છે’. કેટલાક ફેન્સે એક્ટ્રેસના સ્વભાવના વખાણ કરતાં તેને બોલિવુડ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવી છે અને તેને કોઈ વાતનું અભિમાન ન હોવાનું કહ્યું છે.
એક ફેને તેના આ લૂકના વખાણ કરતાં લખ્યું છે ‘સારા સાડીમાં સારી લાગે છે’. આ સિવાય ફોઈ સબા અલી ખાને પણ કોમેન્ટ કરી છે ‘તારા પર ગર્વ છે’. આ વર્ષના ઓગસ્ટમાં સારા અલી ખાન અને શુભમન ગિલની ડિનરની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ તેઓ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા જાગી હતી.
ત્યારબાદ બંને એક જ ફ્લાઈટમાં ટ્રાવેલ કરતાં પણ દેખાયા હતા. ક્રિકેટર હાલમાં પ્રોડ્યૂસર ડ્યુઓ પ્રીતિ અને નીતિ સિમોસના પોપ્યુલર પંજાબી ચેટ શો ‘દિલ દિયા ગલ્લાં’નો મહેમા બન્યો હતો. આ દરમિયાન ક્રિકેટરને બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું હતું, જવાબ આપવામાં એક પણ મિનિટ વેડફ્યા વગર તેણે ‘સારા’નું નામ લીધું હતું.
ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે સારાને ડેટ કરી રહ્યો છે? આ દરમિયાન નીતિએ તેને જવાબ આપવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દો’. કંઈ કહેતા પહેલા શુભમન શરમાયો હતો અને કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દો…કદાચ હા, કદાચ ના’.SS1MS