ગુજરાત ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો જાહેર

વડોદરા, ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પરથી ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્યાં પણ આજે સવારે યોગેશ પટેલની જાહેરાત કરી દેવામાં આવી છે.
માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, ‘માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપને જણાવીએ કે, વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ ૪ વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા.
ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી બે ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે. હું આ વખતે પણ વધુમાં વધુ વોટથી જીતીશ. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા યોગેશ પટેલની ૭૬ વર્ષની ઉંમર થઇ જતાં તેઓની ટિકિટ કાપીને અન્ય યુવા ઉમેદવારને ટિકિટ આપવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
પરંતુ, ધારાસભ્ય યોગેશ પટેલે આડકતરી રીતે બળવાની બોલી બોલતા અને સાથે ટિકિટ માટે જીદ કરતા ભાજપા માટે માંજલપુર બેઠક ઉપર કોકડું ગુંચવાયું હતુ. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે. આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે ૧૭મી નવેમ્બરે છેલ્લો દિવસ છે.
બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં ૯૦૦થી વધુ ફોર્મ ભરાયા છે. બીજા તબક્કાની ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારબાદ ૧૮મીએ ફોર્મની સ્ક્રુટિની થશે અને ૨૧મીએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.SS1MS