કાપડ માર્કેટમાં રિટર્ન ગુડ્સની સમસ્યામાં ઘટાડો
(એજન્સી)અમદાવાદ, દિવાળી બાદ તરત જ કાપડ માર્કેટમાં રીટર્ન ગુડસની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે મહાનજ દ્વારા રીટર્ન નહી લેવાની શરતે વેપારીઓને દિવાળી પર માલ વેચવા જણાવ્યું હતું. જેના કારણે દિવાળી બાદ વેપારીઓને રીટર્ન ગુડ્સ માત્ર રથી૩ ટકા જેટલું થયું છે. અમદાવાદના કાપડના વેપારીઓના માલ પરત નથી આવ્યા પરંતુ તેની અસર સુરતના વેપારીઓને પડી છે. સૌથી વધારે રીટર્ન ગુડસની સંખ્યામાં વધારો થયો છે.
મસ્કતી કાપડ મહાજન માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે, કાપડના વેપારીઓ ૬૦થી૯૦ દિવસની ઉધારીમાં માલ વેચાણ કરતા હોય છે. દિવાળી બાદ વેચેલા માલમાંથી ૩પથી૪૦ ટકા જેટલો વેચેલો માલ પરત આવતો હોય છે. પરંતુ આ વર્ષે વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને દરેક વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે, વેચેલો માલ રીટર્ન નહી લેવાની શરતે વેચાણ કરવા જણાવ્યું હતું. જેના કારણે આ વર્ષે રથી૩ ટકા ઓછો માલ પરત આવ્યો છે. દર વર્ષે ૩પ થી૪૦ ટકા જેટલો દિવાળી પહેલા વેચેલા માલ પરત આવતો હતો. જેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.