રાધનપુરના તાલુકાઓમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું
ઝીલવાણા ગામે ગ્રામજનોને મતદાન કરવા માટે જાગૃત કરતા નિવાસી અધિક કલેક્ટર
(માહિતી બ્યુરો, પાટણ ) ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ ૩.૧૧.૨૦૨૨ ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં જ્યારે તારીખ ૫.૧૨.૨૦૨૨ ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઝીલવાણા ગામે આજરોજ નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
અવસર કેમ્પેઇનની ટેગ લાઈન છે,”અવસર લોકશાહીનો” તે સાચા અર્થમાં લોકશાહીનો અવસર બની રહે અને નિર્ભીક તેમજ પારદર્શક વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. અવસર કેમ્પેઈન અંતર્ગત પાટણમાં વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ઝીલવાણા ગામે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ઝીલવાણા ગામમાં શપથ વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.