મહેમદાવાદ વિધાનસભાના ભાજપાના ઉમેદવારે ઉમેદવારીપત્ર રજુ કર્યુ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જીલ્લાની મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ દવારા પાહેતાનુ ઉમેદવારી પત્ર રજુ કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ ગોરધનભાઇ ઝડફીયા, જહાન્વીબેન વ્યાસ, પંકજભાઇ દેસાઇ, ગૌતમભાઇ ચૌહાણ, અંબાલાલ રોહીત, વિપુલભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.ખાત્રજ ચોકડી ખાતે આવેલ કાર્યાલય પાસે વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરાયો હતો ભારે જનમેદની સાથે આ ઉમેદવારીપત્ર વિધાનસભાના ચૂંટણી અધિકારી વી.સી.બોડાણાને પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતું.
ઉમેદવારીપત્ર રજુ કરતા પૂર્વે ખાત્રજ ચોકડી ખાતે આવેલા અર્જુનસિંહ ચૌહાણના કાર્યાલય બહાર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોરધનભાઇ ઝડફીયા, વિપુલભાઇ પટેલ અને દોલતસિહ ડાભી દવારા પ્રાસંગીક પ્રવચનોમાં અર્જુનસિંહ ચૌહાણને ભારે બહુમત સાથે જીતાડી લાવવાની અપીલ કરવામાં આવી હતી. જયારે ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે આ ચૂંટણી હું નહી પણ તમો સૌ કાર્યકરો લડી રહયા છો તે પ્રમાણે કટિબધ્ધ બનીને ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરી હતી. સભા બાદ ચૂંટણી મધ્યસ્થ કાર્યલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સૌ અગ્રણીઓ અને કાર્યકરોની પગપાળા રેલી મહેમદાવાદ રોડ પરની મામલતદાર કચેરી ખાતે પહોચી હતી. જયાં ભાજપના ઉમેદવાર અર્જુનસિહ ચૌહાણ દવારા વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી વી.સી.બોડાણાને પોતાનુ ઉમેદવારી પત્ર રજુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, મંત્રી જહાન્વીબેન વ્યાસ, મુખ્યદંડક અને નડીઆદના લોકપ્રિય ઉમેદવાર પંકજભાઇ દેસાઇ, પૂર્વ ધારા સભ્યો ગૌતમભાઇ ચૌહાણ, અંબાલાલ રોહીત, જીલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલ સહીત મહેમદાવાદ શહેર તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.