એક કિલોમીટર કે તેનાથી વધુ લંબાઈના ૧૦ રોડ રિસરફેસ થયાં
અમદાવાદ, શહેરમાં ચોમાસા દરમિયાન ધોવાયેલાં કે ખાડા પડેલાં રોડ રિસરફેસ કરવાની કામગીરીમાં પ્રથમ વાર અસહ્ય વિલંબ થયો છે અને નવરાત્રિથી દિવાળી સુધીમાં ર૮ કિલોમીટરના રોડ રિસરફેસ થયાં હોવાનાં દાવા વચ્ચે એક કિલોમીટર કે તેનાથી વધુ લંબાઈના તો ફકત દસેક જેટલા જ રોડ રિસરફેસ થયાં હોવાની પોલ રોડ કમિટીમાં રજૂ કરાયેલાં આંકડાએ ખોલી નાખી છે.
મ્યુનિ.માં વર્ષોથી ચોમાસા સમયે રોડ રિસરફેસની કામગીરી થતી નથી, પરંતુ નાનામોટા પેચવર્કના કામો કરવામાં આવે છે, નવરાત્રિઋ એન દશેરાના દિવસથી રોડ રિસરફેસની ખરેખર કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા એક બે વર્ષથી આ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને રોડ રિસરફેસની કામગીરી ખોડંગાતી ચાલી રહી છે.
ચાલુ વર્ષે રોડ ધોવાઈ જવાની અને ખાડા પડી જવાની વ્યાપક ફરિયાદો બાદ મ્યુનિ. સત્તાધીશોએ દરેક ઝોનમાં જઈ કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે મિટીંગ યોજી દિવાળી પહેલાં દરેક વોર્ડમાં બે બે રોડ રિસરફેસ કરી દેવાની મોટી જાહેરાતો કરી હતી. જા કે તે સમગે જ ઈજનેર ખાતાના અધિકારીઓ મૂછમાં મલકાતા હતા. કારણ કે તેઓ જાણતાં હતા કે દિવાળી પહેલાં બે બે રોડ રિસરફેસ થઈ શકે તેમ જ નથી.
રોડ કમિટીની આજે મળેલી બેઠકમાં ઈજનેર ખાતા દ્વારા રજૂ કરવામાં આવેલાં આંકડા જાઈએ તો ૧૪-૯-૧૯ થી રપ-૧૦-૧૯ સુધીમાં શહરનાં જુદાજુદા ઝોનમાં પ૦ મીટર લંબાઈથી લઈને સાડા છ કિલોમીટર લંબાઈના રોડ રિસરફેસ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખરેખર તો પ૦ મીટર અને પ૦૦ મીટર સુધીનાં રોડ ઉપર થતાં રિસરફેસને ઈજનેર ખાતા દ્વારા જ પેચવર્ક અનેહેવી પેચવર્ક તરીકે ગણાવવામાં આવે છે. અત્યાર સુધી ઈજનેર ખાતા દ્વારા રોડ રિસરફેસની કામગીરીમાં આટલા ટન મટીરીયલ વપરાયું તેવા જવાબ આપવામાં આવતાં હતા, તેનાથી કયા વિસ્તારમાં કયો રોડ કેટલા કિલોરીટર કે મીટર રિસરફેસ થયો તે ખબર પડતી નહોતી.