Western Times News

Gujarati News

ચિરોંગ બહેરીંગે હડકવાની રસીને ચિરોરેબ -‘“Chirorab” તરીકે ફરી રજુ કરી

ભરુચના અંકલેશ્વર ફેસિલીટી ખાતે ઉત્પાદન
ચિરોન બેહરીંગ વેકસીન્સ દ્વારા તેની વિશ્વસનીય અને સ્વીકૃત ચિક એમ્બ્રો સેલ  વેકસીન ફરી રજુ કરી જે  પ્રિ -પ્રમાણિત ભરુચના અકંલેશ્વર ફેસિલીટી ખાતે  ઉત્પાદિત થાય છે.  રબીપુર ટેડનેમથી જાણાતી આ રસી તેજ સ્થળ પર તે જ રીતે તૈયાર થશે. આ નિષ્ક્રીય રસી છે જે હડકવા પહેલા અને પછી રોગ પ્રતિકારક ક્ષમતા અંતર્ગત થાય છે.  ચિરોન બેહરીંગ વેકસીન્સ નુ અધિગ્રહણ જીએસકેના ભારત બાયોટેક દ્વારા માર્ચ ૨૦૧૯માં કરાયેલ અને મે ૨૦૧૯માં વ્યવસાયિક કાર્ય ચાલુ કરાયેલ.

ઇન્ડિયા માટે બનાવેલ આ રસી વિશ્વ સમક્ષ રજુ કરતા ડો.ક્રિશ્ના એલા એ જણાવ્યુ કે “હુ દુનિયા સમક્ષ ચિરોરેબ – રજુ કરતા ગર્વ અનુભવુ છુ . જે ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો સાથે દુનિયાની તાત્કાલીક જરુરીયાત માટે છે.”  ચિરોરેબ સપ્લાય વિવિધ રાજયોમાં વિવિધ ટેન્ડરો દ્વારા સરકારી હોસ્પીટલ માટે ઉપલબ્ધ બનશે તથા બાકીખાનગી બજાર માટે પણ ઉપલબ્ધ રહેશે.  ડો.એલા એ વધુમાં ઉમેર્યુ કે “હડકવાની રસીની તંગી ને દુર કરવા કટીબદ્ધ બની અમે વાર્ષિક ૧૫ મિલિયન ડોસીઝની ક્ષમતામા વધારો કરી રહયા છીએ.”

એટલાન્ટા યુએસએ ના રાબીસ પ્રોગ્રામના રિટાયર્ડ હેડ અને હડકવા પર વિશ્વની જાણીતી પ્રતિભા ડો. ચાર્લ્સ રુપે્રર્ચ્ટ એ જણાવયુ કે, “હડકવાની રસી નુ સ્થાનિક સ્તરે ઉત્પાદન ઝીરો બાય થર્ટી ના ધ્યેયને સિદ્ધ કરવા માટે ભારતીય ઉપખંડ અને બધા માટે મહત્વનુ છે.” રોગપ્રતિકારક શકિત, અસરકારકતા, સુરક્ષા અતંગર્ત ચિરોરેબ વિવિધ પરિક્ષણોમાંથી પસાર થયેલ છે.પાછલા ૩૦ વર્ષોમાં ૮૦મિલિયન થી વધુડોઝ નુ વિતરણ વૈશ્વિક કક્ષાએ કારયોલ છે.

રિપોર્ટ મુજબ હડકવા સામે રસી થી બચી શકાય છે છતા એશિયા અને આફ્રિકામાં દર વર્ષે ૫૯૦૦૦ લોકો હડકવાનો ભોગ બને છે. તાજેતરના અભ્યાસ મુજબ ભારતમાં વાર્ષિક ૧૭.૪ મિલિયન પશુઓ ના કરડવા સામે હડકવાથી ૨૦૮૦૦ લોકો મૃત્યુ પામે છે જે વિશ્વમાં સૌથી વધુ છે.  ભારતમાં શેરી કુતરા કરડવા સામે હડકવાની રસીના વાર્ષિક ૩૫ મિલિયન ડોઝની જરુર પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.