ગુજરાતના શોપ્સી વિક્રેતાઓએ મેથી ઓક્ટોબર 2022 દરમિયાન 1.8 ગણી વૃદ્ધિ નોંધાવી
ગુજરાત અને અમદાવાદ આધારીત ગ્રાહકોમાં પ્લેટફોર્મ પર અનુક્રમે 2.5 ગણી અને 2.3 ગણી વૃદ્ધિ જોવા મળી છે-ઓનબોર્ડ તમામ નવા વિક્રેતાઓમાંથી 10 ટકાથી વધુ પ્રથમ વખતના ઇ-કોમર્સ વિક્રેતા છે
અમદાવાદ, શોપ્સી, ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા વ્યાજબી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સમગ્ર ભારતના સ્થાનિક આંત્રપ્રિન્યોર્સની પ્રેરણાઓને પાંખો મળી છે. જુલાઈ 2021માં શરૂ થયેલ આ હાયપર-વેલ્યૂ પ્લેટફોર્મએ સમગ્ર ભારતના વિક્રેતાઓને સસ્તા, મૂલ્યવર્ધી અને અનુકૂળ ખરીદીનો અનુભવ મેળવવા માંગતા
લાખો ભારતીયો સુધી પહોંચવા સમર્થ બનાવ્યા છે. શોપ્સીનો હેતુ સ્થાનિક બિઝનેસ માલિકો માટે એક ઇકોસિસ્ટમ ઉભી કરવાનો તથા ટેકનોલોજી દ્વારા આંત્રપ્રિન્યોરશીપના જુસ્સાને પ્રોત્સાહિત કરવાનો છે. શોપ્સીનો પ્રયાસ છે કે, તે સ્થાનિક વિક્રેતાને સક્ષમ કરીને ભારતના ખૂણેખૂણા સુધી પહોંચવા તથા સમર્થ બનાવવાનો છે.
ઘણા રાજ્યોની જેમ ગુજરાત શોપ્સી માટે એક મજબુત બજાર તરીકે ઉભરી આવ્યું છે, ગ્રાહકો વધતા તે એક મુખ્ય વિક્રેતા હબ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત રાજ્યના બધા જ નવા વિક્રેતાઓમાંથી 10 ટકા લોકો તેમના સર્વપ્રથમ વખત ડિઝીટલ કોમર્સ માટે શોપ્સી એક્સપ્લોરિંગ કરી રહ્યા છે અને પ્લેટફોર્મ પર તેઓ ખાસ વેચાણ કરી રહ્યા છે.
છેલ્લા 6 મહિના (મે- ઓક્ટોબર 2022)માં, ઘણા ટી-ટુ અને તેનાથી આગળના શહેરોએ એક મજબુત વૃદ્ધિ નોંધાવી છે, જેમાં ભાવનગરએ કુલ વેચાણ યુનિટમાં 2.1 ગણો ઉછાળો નોંધાવ્યો છે, ત્યારબાદ બીજા ક્રમે જામનગર 1.8 ગણી વૃદ્ધિ સાથે આવે છે,
ત્યારબાદ પાલનપુર 2.1 ગણો, નડિયાદ 2.2 ગણી તથા ભરુચએ 2.1 ગણી વૃદ્ધિ નોંધાવી છે. ટી-1 શહેરોમાં જોઈએ તો, રાજકોટ (2 ગણો), વડોદરા (2.1 ગણો), ગાંધીનગર (2 ગણો) અને સુરત (1.8 ગણા) જેટલા સૌથી વધુ યુનિટનું વેચાણ કર્યું હતું. ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ પ્રોડક્ટ્સ છે,
બાળકોના કપડા અને ઘર સજાવટની વસ્તુઓ. મહિલા ગ્રાહકોની સંખ્યા પણ રાજ્યમાં 1.6 ગણી વધી છે. ઝીરો કમિશન મોડેલ અને બજેટ ઓફરિંગને લીધે શોપ્સીએ ખરેખર ભારતના ડિઝીટલ કોમર્સને નવવ્યાખ્યાયીત કરી રહ્યું છે.
કપિલ થિરાની, શોપ્સીના હેડ, ફ્લિપકાર્ટ કહે છે, “શોપ્સીની શરૂઆત સમગ્ર દેશના ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ આપવાના હેતુથી કરવામાં આવી હતી. અમે ખુશ છીએ કે, તાજેતરની તહેવારોની સિઝનમાં અમે 6 ગણી વૃદ્ધિએ પહોંચ્યા હતા.
ગુજરાતએ અમારા માટે એક મહત્વનું માર્કેટ છે, કેમકે અમે તેમા ઘણી ક્ષમતા અને સ્કોપ જોઈએ છીએ, જેમાંથી વધુને વધુ ગ્રાહકો અને વિક્રેતા સુધી પહોંચી શકીએ છીએ. હકિકતે તો, શોપ્સી પર 50 ટકાથી વધુ ગ્રાહકો ગુજરાતના ભાવનગર, પાલનપુર, નડિયાદ અને ભરૂચ સહિતના અન્ય જેવા ટીયર- 3 શહેરોમાંથી આવે છે.
અમારા ગ્રાહકો અને વિક્રેતાઓને એકસરખુ મૂલ્ય આપવાની અમારી દ્રષ્ટિ સાથે જ શોપ્સી આજે ભારતના અગ્રણી હાયપરવેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.”
જુલાઈ 2021માં તેની રજૂઆતથી જ શોપ્સીનો હેતુ એક ઝીરો કમિશન માર્કેટપ્લેસ દ્વારા સમગ્ર ભારતમાં ડિઝીટલ કોમર્સને એક્સેસિબલ બનાવવાનો છે. આજે, આ પ્લેટફોર્મ પર 11 લાખથી વધુ વિક્રેતા (ફ્લિપકાર્ટ સહિત) છે, જે 800થી વધુ શ્રેણીમાં 150 મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.