Western Times News

Gujarati News

દવાખાનાનું બાંધકામ શરૂ ન થતા ગ્રામજનો દ્વારા મતદાનના બહિષ્કારની ચીમકી

ગામતળની જમીનમાં નજીક વસવાટ કરતા લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું

ભિલોડા, અરવલ્લી જીલ્લા આરોગ્ય પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના જનાલી ગ્રાામ સહીત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે તેવા આશયથી વર્ષ ર૦૧પમાં જનાલી ગામમાં પીએચસી સરકારી દવાખાનાની મંજૂરી આપવામાં આવી હતી.

ગ્રામ પંચાયત દ્વારા બહુમતીથી ઠરાવ કરી જીલ્લા પંચાયતને સુપ્રત કરવામાં આવેલો હતો. જનાલી ગામમાં મંજુર થયેલ દવાખાનાની જગ્યાનું બાંધકામ શરૂ ન કરાતા ગ્રામજનોએ તંત્રમાં વારંવાર રજુઆતો કરવા કામગીરી ન કરાતા ગ્રામજનોએ એકત્ર થઈ અચોકકસ મુદતની ભુખ હડતાળ પર છબેસી તંત્રનો વિરોધ નોધાવ્યો હતો.

આજદીન સુધી મકાનનું બાંધકામ શરૂ ન કરાતા ગ્રામજનો દ્વારા આગામી વિધાન સભાની ચુંટણીનો બહીષ્કાર કરી બેનર લગાવી જાેરશોરથી વિરોધ કર્યો હતો.

જનાલી ગામમાં મંજૂર થયેલ દવાખાનાની જગ્યા પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા ગામતળની જમીનમાં આજુબાજુ વસવાટ કરતા કેટલાક લોકો દ્વારા આ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આ દબાણને ખુલ્લું કરવામાં આવ્યું હતું.

દબાણ ખુલ્લુું થતા દવાખાનાના બાંધકામ માટે રપ૦૦ ચો.મી. જમીન જનાલી ગામ પાસે ગામતળની જમીન ખુલ્લી હોવાથી આરોગ્ય વિભાગે સરકારી રેકર્ડ ઉપર લઈ જનાલી હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસરને સર્કલ કબજાે સુપરત કરેલ હતી. જનાલી ગામની ગામતળની જમીન પાસે હોવા છતાં દવાખાનાની મંજુર થયેલ

જમીનની આસપાસ વસવાટ કરતા લોકોએ આરોગ્યના નામે થયેલ જમીનમાં વિવિધ મુદા ઉભા કરી ગરીબ અને પછાત વર્ગના લોકોની સુવિધાનો લાભ છીનવાઈ ન જાય તેવા આશયથી ગ્રામજનો લોક કલ્યાણ હિતાર્થે એક સંપ થઈ જેતે સમયે દવાખાના આગળ ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ કર્યો હતો.

દવાખાનાની જમીન પર બાંધકામ શરૂ નહીં કરાય તો આવનારી ચુંટણીનો બહીષ્કાર કરવાની ગભિર્ત ચીમકી ઉચ્ચારી હતી. નાજલી ગ્રામજનોએ આવનારી વિધાનસભાની ચુંટણીમાં મતદાન નહી કરવાનો નિર્ણય કર્યો છે. તેમ બાબુભાઈ પટેલ, રામભાઈ પટેલ સહીત ગ્રામજનોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.