રાયસણ આવાસ યોજનામાં ગેસલાઈન આપવા માટે સ્થાનીકોની રજુઆત
છેલ્લા સાત વર્ષના અંતે પણ આવાસ યોજનાને અનુલક્ષી માળખાગત સુવિધાઓનો અભાવ
ગાંધીનગર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રાયસણ સ્થિત ગુડાની આવાસ યોજનામાં વર્ષોના અંતે પણ માળખાગત સુવિધાઓનો અભાવ છે. એકબાજુ આ આવાસોની કામગીરીમાં ગુણવત્તા ન જળવાઈ હોવાનો રોષ પણ ચરમસીમાએ છે ત્યારે લીફટ પણ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે.
આવા સંજાેગોમાં વર્ષોના અંતે આવા સંજાેગોમાં વર્ષોના અંતે પણ હજુ સુધી આવાસમાં ગેસ લાઈનનું જાેડાણ મળ્યું નથી ત્યારે હવે સ્થાનીકોએ ગેસ લાઈનના જાેડાણ માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ મામલે તંત્ર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની પ્રથમ આવાસ યોજનામાં હજુ માળખાગત સુવિધાના ઠેકાણા નથી જેના લીધે સ્થાનીક રહીશોમાં વારંવાર આક્રોશની લાગણી જાેવા મળી છે. રાયસણ સ્થિત બ્લોક નં.૩૬૮માં સ્થિત શુભલામ આવાસ યોજનાની કામગીરીમાં ગુણવત્તા ન જળવાઈ હોવાની ફરીયાદોનો આક્રોશ ચરમસીમાઓેછે.
આવાસોમાં ભેજ ઉતરવાની સાથે ટાઈલ્સો ઉખડી જવા સહીત વાયરીગના પણ ઠેકાણા નથી જયારે આવાસની લીફટ પણ છેલ્લા ચાર વર્ષથી બંધ છે જેના લીધે આવાસના લાભાર્થીઓને પરેશાન છે. ડગને પગલે હાલાકી વેઠતા રહીશોએ આ મામલે અનેકવાર ગુડાના તંત્રને રજુઆત કરી છે.
આમ છતાં હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી જયારે ગુડાની આવાસ યોજનાના વિસ્તારમાં સફાઈ કામગીરીના અભાવે પણ ઠેરઠેર ગંદકીના ઢગ ખટકાયા છે. આ સ્થિતી વચ્ચે આવાસમાં ગેસ પાઈપલાઈન પણ ન હોવાથી રહીશોને હાલાકી પડી રહી છે.