Western Times News

Gujarati News

સુરતમાં બિલ્ડરોએ પ્લોટ હોલ્ડરો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા

પ્રતિકાત્મક

સુરત, સોયાણી ગામે પ્લોટીંગ કરીને સંખ્યાબંધ પ્લોટ ધારકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લઈને ઓફિસને તાળા મારી દઈ પલાયન કરી ગયેલા માલપાની બંધુ સહિત ત્રણ સામે રૂા.ર૬.ર૮ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવા પામી હતી.
બનાવની વિગત એવી છે કે શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા

અને પ્લોટ મકાન દલાલીનંુ કામ કરતા મદનસિંહ લક્ષ્મણસિંહ સિંહાએ ફરીયાદ નોંધાવી હતી કે આનંદજી માલપાની તેના ભાઈ રમેશ માલપાની અને ભાગીદાર ગોવિંદ વર્મા દ્વારા સિયાણી ગામ ખાતેેે જમીન વેચાણ રાખી કરવામાં આવેલા પ્લોટીંગમાં ૧પ પ્લોટ બુક કરાવ્યા હતા. અને પ્લોટ બુકીંગના કુલ રૂા.ર૬.ર૮ લાખ ચુકવ્યા હતા.

બિલ્ડરોએ પ્લોટની કાચી ડાયરી બનાવી આપી હતી. જેમાં મદનસિંહ ઉપરાંત અન્ય લોકોએ પણ પ્લોટ બુક કરાવ્યા હતા. ર૦૧રમાં પ્લોટીંગ કરવામાં આવ્યુ હતુ. એ વખતે આરોપીઓએ જમીન એનએ કરાવવાનુૃ ચાલુ છે બુકીંગના સમયમાં થઈ જશે હોવાનુૃ કહી પૈસા લીધા હતા.

જાે કે આટલા વર્ષો પછી પણ જમીન એનએ થઈ નથી. આ અંગે મદનસિંહ સહિતના પ્લોટ હોલ્ડરો દ્વારા બિલ્ડરોેને વાત કરતા એનએ પ્રોસેસ ચાલુ છે કહેતા જેથી પ્લોટ હોલ્ડરો દ્વારા પણ જમીન એનએ થયા પછી બાકીના પૈસા આપવાનું નક્કી કરવામા આવ્યુ હતુ. તો બિલ્ડરોએ બાકી રૂપિયા જમા થયા પછી પ્લોટોનો દસ્તાવેજ કરી આપવાનુૃ કહી રૂપિયાની માંગણી કરતા હતા.

પ્લોટ હોલ્ડરોએ રૂપિયા આપ્યા નહોતા. આ દરમ્યાન મદનસિંહને એવી ખબર પડી હતી કે બિલ્ડરો દ્વારા જે જમીન વેચાણ રાખી હતી તે જમીન લોચાવાળી અને એનએ થયલ નથી. જેથી મદનસિંહે પોતે રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરતા ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ ર૦૧૯માં ઓફિસ બંધ કરી ભાગી ગયા હતા.

માલપાની બંધુઓ પાસે મદનસિંહ ઘરે જઈને પૈસાની માંગણી કરવા છતાંયેે પરત આપ્યા નહોતા. આખરે પ્લોટ હોલ્ડર સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.