જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશનની જમીનનો પ્રશ્ન દાયકાઓથી અધ્ધરતાલ!
શહેરની મધ્યમાં ન્યુસન્સ, જૂના રેલ્વે સ્ટેશનની જર્જરીત બિલ્ડીંગ સોનાની થાળીમાં લોઢાની મેખ માફક
જામનગર, રાજય સરકાર તેમજ જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય એ માટેે જામનગરમાં ફલાય ઓવરના નિર્માણનું કામ પર જાેશમાં ચાલી રહ્યુ છે. સંભવતઃ આવતા વર્ષના અંત સુધીમાં કામ પૂર્ણ પણ થઈ જશે.
પરંતુ આ ફલાય ઓવરની પાસે આવેલા જૂના રેલ્વે સ્ટેશનવાળી જમીનનો હલ આજે દાયકાઓથી અધ્ધરતાલ રહ્યો છે.
જામનગરનુૃ જુનુ રેેલ્વે સ્ટેશન ૮૦ ના દાયકામાં સ્થળાંત્તર કરી ગાધીનગર ખાતે બનાવવામાં આવ્યુ હતુ. જે અત્યારે કાર્યરત છે. પરંતુ સાડા તરણ દાયકાઓમાં કેન્દ્રમાં તથા રાજયમાં અનેક સરકાર આવી અને અનેક સરકાર ગઈ, સાથે જામનગર મહાનગરપાલિકામાં બંન્ને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના શાસન આવીને ગયા પરંતુ જૂના રેલ્વે સ્ટેશનની જમીનનો પ્રશ્ન જેમ છે તેમ જ રહ્યોે છે.
જામનગર શહેરમાં કરાડોના ખર્ચેેે બની રહેલા ફલાય ઓવરની પાસે જે જેૂના રેલ્વેે સ્ટેશનની આ જર્જરીત બિલ્ડીંગ સોનાની થાળીમા લોઢાની મેખ બરાબર છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવ્યા હોવા છતાં ઘર વિહોણા લોકો, ભીક્ષુકો અને ફૂટપાથ પર રહેતા લોકો આ જૂના રેલ્વે સ્ટેશનની જગ્યા પર પડ્યા રહે છે.
જેને રેલ્વે પોલીસ દ્વારા ઘણી વખત દૂર કરવામાં આવ્યા છતાં જેમને તેમ સ્થિતિ રહે છે. જેને લીધેે જામનગર શહેરની મધ્યમાં ન્યુશન્સ ફેલાઈ રહ્યુ છે. આ સરકારી બીન વારસુ જગ્યાનો વર્ષોથી દૂરૂપયોગ જ થઈ રહ્યો છે. આ બિલ્ડીંગ જર્જરીત હોવાને લીધે જાનહાનિ થવાની પણ સંભાવના છે. આ પ્રશ્ન ઉકેલવાથી જામનગરની શોભામાં પણ ચોક્કસ અભીવૃધ્ધિ થશે જ.