વડોદરા પાસેથી રિવોલ્વર, કાર્ટીઝ અને મેગેઝીન સાથે ૩ પકડાયા
સિહોર અને સોનગઢના ત્રણ શખ્સના નામ ખુલ્યા
વડોદરા, અહીંની ગોલ્ડન ચોકડી પાસેથી વહેલી સવારે દેશી બનાવટની રિવોલ્વર, બે મેગેઝીન અને ૧ર જીવતા કારતુસ સાથે ે મુૃબઈ પાલિકાના બે કોન્ટ્રાક્ટર સહિત ત્રણને પોલીસેેેે ઝડપી લીધા હતા.
મુંબઈના બે કોન્ટ્રાક્ટર દિપેન મનોજભાઈ મકવાણા, પ્રમોદ હીરાલાલ મારૂ અને સિહોરના રાજપરા ગામના ચીમન ઉર્ફેેેે મુન્નો પાલજીભાઈગોહેલની હરણી પોલીસે ધરપકડ કરી હતી. હરણી પોલીસે સુત્રોના જણાવ્યા અનુસાર વિધાન સભા ચૂટણીનેે લઈ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરાતુ હતુ ત્યારે પીઆઈ એસ.આર.વેકરીયાને બાતમી મળી હતી કે બુધવારે મળસ્કે ગોલ્ડન ચોકડી પાસે રિવોલ્વરનો સોદો થવાનો છે. જેથી પોલીસ વૉચમાં ગોઠવાઈ ગઈ હતી.
આ દરમ્યાન ગોલ્ડન ચોકડી પાસે બ્રિજ નીચે મળસ્કે એક થેલા સાથેના બે યુવાન આવતા પોલીસે બંન્નેની અટકાયત કરીને તેમનો થેલો તપાસતા તેમાંથી દેશી રીવોલ્વર, બે મેગઝીન અને ૧ર જીવતા કારતૂસ સહિત રૂા.૪૧ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે દિપેન મનોજભાઈ મકવાણા (ઓએસ આઈ બિલ્ડીંગ, રેસકોર્સ., મુૃબઈ) અને પ્રમોદ હીરાલાલ મારૂ (કુર્લા ઈસ્ટ, મુૃબઈ) અને ચીમન ઉર્ઃેે મુન્નો પાલજીભાઈ ગોહિલ (રાજપરા ગામ, તા.સિહોર, જી.ભાવનગર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ શખ્સોની પૂછપરછમાં રિવોલ્વર ખરીદવા માટે સિહોર રફીક મિસ્ત્રી, સોમગઢનો બશીર દાઢી અને બાબુ કોળી આવવાના હોવાનુૃ અને રિવોલ્વર મુૃબઈના શૈલેષ ગોહૈલેે મોકલી હોવાનેૃ ખુલ્યુ હતુ. એ શખ્સો સ.ામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શૈલેષ ગોહિલ પાસે દિપેન રૂા.એક લાખ માંગતો હતો. જેથી તેણે દિપેનને કહ્યુ હતુ કે આ રિવોલ્વર વડોદરા પહોંચાડી દે તેનેેેેે ખરીદનાર એક લાખ રૂપિયા દેશેે. એમ કહી દિપેન અને પ્રમોદને મોકલ્યા હતા એવેુૃ તપાસમાં સપાટી પર આવ્યુ છે.