ગોવિંદાના પત્ની સુનીતા ફરીથી મમ્મી બનવા માગે છે

મુંબઈ, ગોવિંદા ભલે ઘણા વર્ષોથી મોટા પડદાથી દૂર હોય પરંતુ ૯૦ના દશકામાં તેમનો ડંકો વાગતો હતો અને લોકો તેમની એક્ટિંગ તેમજ કોમેડીને ખૂબ પસંદ કરતાં હતા. ફિલ્મોથી અંતર જાળવનારા ગોવિંદા ટીવીના રિયાલિટી શોમાં પત્ની સુનીતા આહુજા સાથે હાજરી આપતાં રહે છે, જ્યાં બંને એકબીજા પર પ્રેમ વરસાવવા સિવાય મસ્તી પણ કરે છે.
ગોવિંદા માટે સુનીતા પર્ફેક્ટ લાઈફ પાર્ટનર છે અને ઈન્ડિયન આઈડલ ૧૩ના અપકમિંગ એપિસોડનો પ્રોમો તેનો પુરાવો છે. ગોવિંદા અને ‘હીમેન’ ધર્મેન્દ્ર સિંગિંગ રિયાલિટી શોના મહેમાન બનવાના છે. તેમની સાથે પત્ની સિવાય દીકરો યશવર્ધન પણ ટેલિવિઝન પર પહેલીવાર દેખાશે.
મસ્તી દરમિયાન સુનીતા એવુ કંઈક બોલી ગયા કે બધા હસવાનું રોકી શક્યા નહીં. પ્રોમોમાં, યશવર્ધનની એન્ટ્રી થતાં જ હોસ્ટ આદિત્ય નારાયણ દરેકને યાદ અપાવે છે કે, ગત વખતે સુનીતા અને ગોવિંદા મહેમાન બન્યા ત્યારે ધર્મેન્દ્રને પત્નીના ફેવરિટ એક્ટર ગણાવ્યા હતા અને જ્યારે તેઓ પ્રેગ્નેન્ટ હતા ત્યારે તેમનું આવનારું બાળક ધર્મેન્દ્રની જેમ દેખાવડું બને તે માટે તેમની તસવીર હંમેશા સામે રાખતાં હતા.
હોસ્ટની વાત સાંભળીને સુનીતાએ નવું સૂચન આપ્યું. તેમણે કહ્યું ‘ચીચી, યશ પેટમાં હતો ત્યારે ધર્મેન્દ્રજીનો ફોટો આપ્યો હતો મને તો મેં આટલી સારી પ્રોડક્ટ કાઢી. આજે સાક્ષાત ધર્મેન્દ્રજી સામે બેઠા છે, તો ચલો ઘરે જઈને વધુ એક પ્રોડક્ટ નીકાળીએ’.
તેમની વાત સાંભળીને નેહા કક્કડ અને વિશાલ દદલાની મોટેમોટેથી હસી પડે છે. તો સ્વભાવે શરમાળ યશવર્ધન મમ્મીની વાતો સાંભળી પોતાનો ચહેરો છુપાવી દે છે.
ગોવિંદા આનંદમાં આવી પોતાની ખુરશી પરથી ઉભા થઈ જાય છે. ધર્મેન્દ્ર પોતાનું રિએક્શન આપતાં કહે છે ‘સુનિતા તમે પ્રેમાળ છો. ગોવિંદા અને સુનીતાના લગ્ન ૧૯૮૭માં થયા હતા. તેમને ટીના નામની દીકરી પણ છે.
કપલ ઈન્ડિયન આઈડલ અને ધ કપિલ શર્મા શો જેવા રિયાલિટી શોમાં હાજરી આપતા રહે છે. આ સિવાય કેટલાક વર્ષથી તેઓ ભાણેજ કૃષ્ણા અભિષેક સાથેના સંબંધોમાં આવેલી ખટાશના લીધે પણ ચર્ચામાં હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ગોવિંદાએ તેમના અત્યારસુધીના કરિયરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘રંગીલા રાજા’માં દેખાયા હતા.SS1MS