ઘડકણ ગામ નજીક દારૂનો જથ્થો ઝડપાયો

(પ્રતિનિધી) મોડાસા, સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ઘડકણ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી ફીલ્મી ઢબે ગાડીનો પીછો કરી બોટલો નંગ-૫૧૦ તથા સ્વીફ્ટ ગાડી મળી કુલ કિં.રૂ.૪,૬૭,૭૭૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થયેલ હોય જે ચુંટણી અનુસંધાને સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ I/C પો.ઇન્સ.શ્રી એસ.જે.ચાવડા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એલ.પી.રાણા એલ.સી.બી.તથા હે. કો.હરપાલસિંહ, હે.કો.કલ્પેશકુમાર હે. કો. મો.સલીમ, . પો. કો.રાજેશ કુમાર, પો.કો.નિરીલકુમાર, પો. કો.જશુભાઇ, પો.કો.મિતરાજસિંહ, ડ્રા.પો. કો. ચંન્દ્રસિંહ, ડ્રા.પો.કો.ઇન્દ્રજીતસિંહ વિગેરે સ્ટાફના માણસો સતત કાર્યશીલ રહેલ દરમ્યાન ઉપરોક્ત સ્ટાફના માણસો પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી વોચ/નાકાબંધીમાં હતા તે દરમ્યાન ઘડકણ નજીક જતાં પો.કો.રાજેશકુમાર તથા પો.કો.નિરીલકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે “એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ વીડીઆઇ ગાડી નં. GJ18BC ૨૪૨૦ ની મજરા તરફથી તલોદ રોડ તરફ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી આવે છે જે બાતમી આધારે .. પ્રોહી નાકાબંધીમાં ઘડકણ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી મજરા તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમ્યાન મજરા તરફથી બાતમી મુજબની ગાડી આવતા તે ગાડી નાકાબંધી તોડી ભાગવા લાગેલ જે ગાડીનો ફીલ્મી ઢબે પીછો કરતાં સદરહું ગાડીનો ચાલક પોતાના કબ્જાની સ્વીફ્ટ ગાડી સદાનામુવાડા ગામની સીમમાં બિનવારસી મુકી ભાગી ગયેલ હોય જે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો/ટીન કુલ નંગ ૫૧૦ જેની કિ.રૂ.૬૭,૭૭૦/- નો મુદ્દામાલ તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૪ ,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪ ૬૭,૭૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જે બાબતે પ્રાંતિજ પો.સ્ટે. ગુન્હો દાખલ કરાવી પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે. આમ સાબરકાંઠા એલ.સી.બી.ધ્વારા સતત પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવામાં આવેલ છે.