અંકલેશ્વરમાં મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર વિધાનસભામાં મતદારોને જાગૃત કરવા માટે રવિવારના રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરાયું હતું.આ રેલી અંકલેશ્વર નગરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કર્યા હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પ્રથમ ચરણ ૧ લી ડિસેમ્બરના રોજ ચુંટણીઓ યોજવાની છે. દરેક જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ મતદારોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે.
આજ અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો માટે જાગૃતિ અભિયાન માટેની રેલી અને સિગ્નેચર કેમ્પઇંગનું આયોજન વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી હતી.આ રેલીનું અંક્લેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને ચૌટાનાકા ખાતે પહોચતા અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા અને સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં સેનીટેશન સુપરવાઈઝર તથા સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જાેડાયા હતા.આ રેલી જવાહર બાગ થઈને ભરૂચીનાકા ખાતે સંપન્ન થઈ હતી.