Western Times News

Gujarati News

હાટકેશ્વરનો ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ જર્જરિત

File

મોટી હોનારતની રાહ જાેઈ રહ્યો છે અમદાવાદનો બ્રિજ!

અમદાવાદ, તાજેતરમાં જ મોરબીમાં જે હોનારત સર્જાઈ તેના ઘા હજી રુઝાયા નથી. જે લોકોએ તે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેમના પરિવારના લોકો તો આજીવન આ ગોઝારી ઘટનાને નહીં ભૂલી શકે. આ ઘટના પછી સરકારની લાપરવાહીની ખૂબ ટીકા થઈ રહી છે.

પરંતુ સરકાર જાણે એક દુર્ઘટના પરથી સબક શીખવાના મૂડમાં હોય તેમ લાગી નથી રહ્યું. અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્‌ઘાટન ૨૦૨૦માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના વર્ષોમાં તે બ્રિજ જર્જરિત થઈ ગયો છે. ૫૦ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નથી.

જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા થોડા દિવસોમાં સ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે પાલખો મૂકવામાં આવી છે તેમજ ડેમેજ થયેલી પેટ બેરિંગને રિપ્લેસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રક જેવા ભારને સપોર્ટ કરી શકે છે. હાટકેશ્વરનો આ ફ્લાયઓવર સીટીએમ અને ખોખરા વિસ્તારને જાેડે છે. આ પહેલા પણ બ્રિજ પર ભૂવા પડી ગયા હતા અને ૨૦૨૧માં તેનું સમારકામ થયુ હતું. એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, દિવાળી સમયે સૌથી પહેલા તો ડેમેજની જાણકારી મળી હતી.

ત્યારપછી પાલખની મદદથી સુપરસ્ટ્રક્ચરને સપોર્ટ આપવામાં આવ્યો છે. અત્યારે પણ સમારકામ ચાલી રહ્યું છે. જ્યારે અમારા સહયોગી  દ્વારા પૂછવામાં આવ્યું કે બ્રિજ ટ્રકનું વજન કેમ ઉઠાવી ના શક્યો તો જણાવ્યું કે, વડોદરા એક્સપ્રેસવે પરથી ઘણી ભારે ભરખમ સામાન ધરાવતી ટ્રકો શહેરમાં પ્રવેશ કરે છે અને તેઓ કાંકરિયા નજીક આવેલા રેલવે યાર્ડ પાસે જતી હોય છે. હાટકેશ્વર ફ્લાયઓવરની રચના ૮૦ ટન ટ્રકનો ભાર ઉઠાવી શકે તે પ્રમાણેની કરવામાં નથી આવી.

પરંતુ જ્યારે પૂછવામાં આવ્યં કે જ્યારે બ્રિજની ડિઝાઈન મંજૂર કરવામાં આવી ત્યારે એએમસીના સુપરવાઈઝિંગ એન્જિનિયરો તેમજ ડિઝાઈન કન્સલ્ટન્ટે ભારે વાહનોની અવરજવર બાબતે વિચાર નહોતો કર્યો? ત્યારે કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો.

અધિકારીએ જણાવ્યું કે, આ ડેમેજનું કારણ જાણવા માટે ઈન્ટરનલ ઈન્ક્‌વાયરી કરવામાં શરુ કરવામાં આવી છે. હજી અમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ તેમાં સામેલ નથી કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.