ડભોઈમાં ૫૦૦ યુવાનો ભાજપમાં જાેડાયા
(એજન્સી)ડભોઈ, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ઃ વિધાનસભા ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ૫૦૦ આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા છે. બીજેપીના નેતા શૈલેષ મહેતા પ્રચારમાં નીકળ્યા ત્યારે આ તમામ યુવાનોએ ખેસ ધારણ કર્યો હતો.
ડભોઇ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના ૫૦૦ યુવકોએ કેસરીયો ધારણ કર્યો હતો.
આ અવસરે શૈલેષ મહેતાએ મેઘા પાટકરને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજના અગ્રણી ઘણો તો બિરસા મુંડા મહાન હતા. મેઘા પાટકર આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા હોવાની વાત તેમણે કરી. સાસણમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા ન મળી રહી હોવાની વાત બીજેપી નેતા શૈલેષ મહેતાએ કરી હતી.