દહેજની માગ કરતાં સાસરિયાં સામે મહિલાએ નોંધાવી ફરિયાદ
અમદાવાદ, સોલામાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ પિયરમાંથી દહેજ લઈ આવવા માટે દબાણ કરી રહેલા પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, તેને તેની પસંદગીના કપડાં પહેરવાની પણ છૂટ નહોતી અને તેના સાસરિયાં અવારનવાર તેના પર હાથ ઉપાડતા હતા. મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં (પશ્વિમ) ફરિયાદ નોંધાવી હતી.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને વર્ષ ૨૦૧૯માં તેના લગ્ન થયા હતા. લગ્નમાં તેને સોના અને ચાંદીના ઘરેણા આપવામાં આવ્યા હતા. આશરે એક મહિના સુધી તેના લગ્નજીવનમાં કોઈ તકલીફ ન આવી હોવાનું તેણે કહ્યું હતું. પરંતુ બાદમાં સાસુ-સસરા અને નણંદે ઘર કામ ન કરવા બદલ તેમજ ડ્રેસિંગ સેન્સ અંગે તેને મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું.
સાસુ-સસરા કથિત રીતે ભડકાવતા હતા અને અવારનવાર તે તેના પર હાથ ઉપાડતો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેના સાસરિયાં તેનો પગાર લઈ લેતા હતા. પોતાના ભાઈનો ધંધો યોગ્ય રીતે ચાલે તે માટે તેની નણંદે પૈસા લઈ આવવા માટે પણ દબાણ કર્યું હોવાનું કહ્યું હતું.
જૂન મહિનામાં તેની નણંદ આવી હતી અને આખો પરિવાર ડિનર પાસે પિઝ્ઝા આઉટલેટ પર ગયો હતો. ત્યાં વધારે પડતી ભીડ હોવાથી મહિલાએ ઘરે જઈને ઓનલાઈન ઓર્ડર કરવા માટેનું સૂચન આપ્યું હતું. જાે કે, નણંદે આઉટલેટ પર જ જમવાનો ભાર મૂક્યો હતો.
જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે ‘મારા પરિવારને ઘરે પરત ફરીને ઓનલાઈન ઓર્ડર કરવાનું કેમ કહ્યું’ તેમ કહીને પતિએ તેને માર માર્યો હતો. પતિએ એકવાર તેનું કાંડું પણ કાપ્યું હોવાનો દાવો મહિલાએ કર્યો હતો. ત્યારબાદ મહિલાને તેના પિયરમાં મોકલવામાં આવી હતી.
પરિવાર ડિવોર્સ માટે કોર્ટમાં ગયો હતો અને ત્યારે મહિલાએ તેના સાસરિયાં સામે મારઝૂડ અને દહેજ માટે દબાણ કરવાની ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.SS1MS