ઘરેથી જ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું, જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ
(એજન્સી)જામનગર, જામનગરમાં જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તમામ લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીએ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસસ્થાનેથી વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ અવસરે તેઑએ કહ્યું હતું કે આપણા દેશને લોકશાહી મળતાની સાથે જ દેશના નાગરીકોને મતદાન કરવાનો હક મળ્યો છે. જેનો તમામ લોકોએ ખાસ ઉપયોગ કરવો જાેઈએ.
વધુમાં જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીએ જણાવ્યું હતું કે આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જાેઈને મતદાન કરવાને બદલે પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને જ મત આપવો જાેઈએ. મહત્વનું છે કે, ચૂંટણી અધિકારી-૭૮ તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત જામ સાહેબએ મતદાન કર્યું હતું.