બુટલેગરો બેફામ: અડાજણ પોલીસે ૧૩૦૦ બોટલ દારૂ ઝડપ્યો
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બુટલેગરો માટે દિવાળી સાબિત થઇ રહી છે. કારણે ઠેર-ઠેર દારૂના ભાવ ત્રણ ગણા થઇ ગયા છે. બુટલેગરો પોતાના રિસ્ક પર દારૂનો ધંધો કરી રહ્યા છે. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સિંઘમ બનીને ત્રાટકી રહી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની કામગીરી જાેઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી ગઈ છે અને દારૂના કેસ કરવાના શરૂ કરી દીધા છે.ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી દારૂની ૧૩૮૦ બોટલ જપ્ત કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બે શખ્સો દારૂનો જથ્થો લઇને ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ આવી રહ્યા છે. ત્યારે બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બેરીકેડ મૂકીને દારૂ ભરેલી કારની વોચ કરી રહી હતી. આ દરમિયાનમાં એક ટાટા વિંગર કાર આવી હતી,
જેને રોકીને ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કાર ડ્રાઇવર ભાવેશ ઉર્ફે ચેતન અરવિંદભાઇ બારોટ (રહે, પ્રભુનગર સોસાયટી, અસારવા) તેમજ તેની સાથે પ્રકાશ સોમાજી પ્રજાપતિ (રહે, તેજાજી કાળુજીની ચાલી)ની ધરપકડ કરી હતી.
દારુ મામલે પૂછતા બન્ને શખ્સોએ જણાવ્યુ હતુ કે, પ્રકાશ જાટ નામના રાજસ્થાનના શખસે દારૂ મોકલાવ્યો હતો અને બંટી પ્રજાપતિ (રહે, મેઘાણીનગર) અને હર્ષદ પ્રજાપતિ (રહે, ચમનપુરા) નામના બુટલેગરને આપવાનો હતો. હાલ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.કારમાંથી ક્રાઇમ બ્રાંચને ૧૧૫ પેટી દારૂની મળી આવી છે.
જેની કિંમત ૫.૫૨ લાખ રૂપિયા થાય છે. કારનો જથ્થો ઇન્ટરનેશનલ સ્કૂલની વાનમાં આવી રહ્યો હતો. જેથી પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કબુલાત કરી છે કે, દારૂ ભરેલી કારને અડાલજ ત્રિમંદિર પાસેથી લીધી હતી. જેને બુટલેગર સુધી પહોચાડવાની હતી.