Western Times News

Gujarati News

મિત્રએ ટુ વ્હીલરનો હપ્તો ન ભરતા મિત્રએ જ મિત્રનું અપહરણ કર્યું

વાડજમાં રહેતા દોસ્તને ટુ વ્હીલર ખરીદવું હતું, બીજા મિત્રએ પોતાના નામે લોન લઈ તેને ટુ વ્હીલર લઈ આપ્યું

અમદાવાદ,  નવા વાડજમાં રહેતા ૨૨ વર્ષીય જીગ્નેશ ધવલે તેના મિત્રને વાહનની લોન લેવા માટે મદદ કરી હતી, પરંતુ આ મિત્રએ રુપિયા ચૂકવવાની ના પાડી હતી. એટલું જ નહીં જીગ્નેશ ધવલનું અપહરણ પણ કર્યુ હતુ. આ કેસનો આરોપી સુનિલ મારવાડી છે.

જે બાદ ધવલે ફાઈનાન્સ કંપનીમાં વાહન જપ્ત કરવા માટે અપીલ કરી હતી. જેના કારણે ગુસ્સે સુનિલ મારવાડી ગુસ્સે ભરાયો હતો અને ધવલનું અપહરણ કર્યુ હતુ. જે બાદ આખો મામલો વાડજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે વાડજ પોલીસે આરોપી સુનિલ મારવાડી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીગ્નેશ ધવલે કરેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ફેબ્રુઆરી ૨૦૨૨માં સુનિલ મારવાડીએ રુપિયા ૨૦,૦૦૦નું ડાઉન પેમેન્ટ ભરીને લોનથી ટુ વ્હીલર વાહન ખરીદ્યું હતું. ધવલના જણાવ્યા મુજબ તેના નામે લોન લીધી હતી. એક દિવસ સુનિલ મારવાડીએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.

જે બાદ ફાઈનાન્સ કંપની દ્વારા આ મામલે તેને લેટર મળ્યો હતો. એટલે ધવલે સુનિલ મારવાડીને હપ્તો ભરવા માટે વિનંતી કરી હતી. ત્યારે સુનિલ મારવાડીએ કોઈ પણ જાતના પસ્તાવા વગર કહ્યું કે, તે હપ્તો નહીં ભરે. જે બાદ ધવલે ફાઈનાન્સ કંપનીનો સંપર્ક કર્યો હતો. આખરે ૬ નવેમ્બરના રોજ સુનિલ મારવાડીનું ટુ વ્હીલર જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

એ પછી ૯ નવેમ્બરના રોજ ધવલ પોતાની સોસાયટી પાસે ઉભો હતો ત્યારે સુનિલ મારવાડી અને આકાશસિંહ પડિયાર આવ્યા હતા અને ધવલનું અપહરણ કર્યુ હતુ. ધવલે ફરિયાદમાં એવું પણ કહ્યું હતું કે, સુનિલ અને આકાશસિંહ પાસે ચાકૂ હતું. તેને આખા શહેરમાં લઈ જવામાં આવ્યો અને અંતે રામોલ લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ધવલને ધમકી આપવામાં આવી અને વાહન ખરીદતી વખતે ડાઉન પેમેન્ટ માટે જે રુપિયા ૨૦ હજાર ભર્યા હતા એ પરત આપવાનું કહ્યું હતું. આ સમયે ધવલે મદદ માટે બૂમાબૂમ કરતા બંનેએ તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ધવલ ઘરે પહોંચવામાં સફળ રહ્યો હતો.

એ પછી ધવલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન માલૂમ પડ્યું કે ધવલને ફ્રેક્ચર થયું હતું. ધવલના જણાવ્યા મુજબ, શરુઆતમાં તેણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ તેના સગા સંબંધીઓની સલાહ બાદ તેણે પોલીસની મદદ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.