Western Times News

Gujarati News

ઇન્સ્ટાનાં સ્ટાર ઇન્ફલુએન્સરનું ભયાનક કાર ક્રેશમાં મોત

નવી દિલ્હી, સોશ્યલ મીડિયામાં ફેમસ લોકો આજકાલ સેલિબ્રિટિ સ્ટેટ્‌સ ભોગવતા હોય છે અને લોકો પણ તેઓના ચાહકો હોય છે. આવ જ એક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર રોહિત ભાટી હતા, રોહિત તેના મિત્રો સાથે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો.

રોહિત ભાટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ‘રાઉડી ભાટી’ના નામથી જાણીતા હતા. રોહિત તેના મિત્રો સાથે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગ્રેટર નોઈડામાં સવારે ૩ વાગ્યે તેની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને તે જ અકસ્માતમાં રોહિતે જીવ ગુમાવ્યો હતો.

સોશ્યલ મીડિયામાં ફેમસ લોકો આજકાલ સેલિબ્રિટિ સ્ટેટ્‌સ ભોગવતા હોય છે રોહિતનાં ચાહકોને ઝટકો લાગ્યો છે. આ ઘટના અંગે જણાવતા પોલીસ કમિશનર આલોક સિંહના મીડિયા ઈન્ચાર્જનું કહેવું છે કે રોહીત ભાટી અને તેના બે મિત્રો મોડી રાત્રે પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગ્રેટર નોઈડાના ચુહરપુર અંડરપાસ પાસે તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી.

રોહિત ભાટી એ જ સમયે મૃત્યુ પામ્યા જ્યારે તેમના મિત્રો, આતિશ અને મનોજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે ગંભીર રીતે ઘાયલ થય છે. રોહિતના ઇન્સ્ટાગ્રામ પર પણ લગભગ ૧૦ લાખ ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે ‘રાઉડી ભાટી’ તરીકે ઓળખાતા રોહિત ભાટી ગુર્જર સમુદાયના સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર હતા, જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા હતા.

રોહિતના ઇન્સ્ટાગ્રામ પર પણ લગભગ ૧૦ લાખ ફોલોઅર્સ છે અને તે ત્યાં પણ ઘણો એક્ટિવ હતો. ઇન્સ્ટાગ્રામ પર રોહિતની કારનો એક વીડિયો પણ જાેવા મળી રહ્યો છે જેમાં તેને અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ તેની શું હાલત હતી. એટલું જ નહીં સોશ્યિલ મીડિયા પર રોહિત ભાટીના ઘણા વીડિયો તેના મૃત્યુના સમાચાર પછી ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકોને આ ઘટનાથી મોટો આંચકો લાગ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.