ઝલક દિખલા જામાં નીતિ આઉટ થઈ તો રોષે ભરાયા ફેન્સ
મુંબઈ, ઝલક દિખલા જા ૧૦ના ફિનાલેમાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તેવામાં મેકર્સે ડબલ એલિમેશન કરીને સૌને ચોંકાવ્યા છે.
ફેન્સને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે ડબલ એલિમિનેશનમાં નિયા શર્મા અને નીતિ ટેલરને બહારનો રસ્તો બતાવ્યો. નીતિ ટેલર અને નિયા શર્મા માટે પણ આ ચોંકાવનારા સમાચાર હતા. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
ઝલક દિખલા જા ૧૦માંથી બહાર થયા પછી નીતિ ટેલર અને નિયા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. બોટમ ૪ની લિસ્ટમાં નીતિ ટેલર અને નિયા શર્મા સાથે નિશાંત ભટ્ટ અને ફૈઝલ શેખ પણ હતા. જજ માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કરણ જાેહરે ખુલાસો કર્યો કે નિયા શર્માને સૌથી ઓછા વોટ મળ્યા છે. માટે તેને એવિક્ટ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે અન્ય એક ધડાકો કર્યો.
તેમણે જણાવ્યું કે આ વખતે ડબલ એલિમિનેશન થશે. નિયાની સાથે નીતિ ટેલરને બહાર કરવામાં આવી અને તે માટે ગત સપ્તાહના પર્ફોમન્સનું કારણ જણાવવામાં આવ્યું. એક યુઝરે લખ્યું કે, લાગે છે જાણે ચેનલે નક્કી કર્યું છે શરુઆતથી જ કે કોણ જીતશે.
પ્રશ્નપત્ર તૈયાર છે, જવાબ લીક થઈ ગયા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, રિયલ ફિનાલે ગઈકાલે હતું. ટોપ ૨ શ્રેષ્ઠ કન્ટેસ્ટન્ટે સૌને હરાવ્યા. નિયા અને તરુણ રનર અપ કહેવાશે જ્યારે નિતિ અને આકાશ વિજેતા કહેવાશે. ઝલક દિખલા જા સમાપ્ત થઈ ગયું છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, નીતિ ટેલર તને ખબર છે તુ દર્શકોની ફેવરિટ છે. તેં અમારા દિલ જીત્યા છે. આના જવાબમાં નીતિ ટેલરે લખ્યું કે, કાશ હું ચેનલની પણ ફેવરિટ હોતી. મેં ઘણી મહેનત કરી હતી. પણ હવે શું કરીએ, જે છે તે છે. નિયા શર્માએ પણ પ્રતિક્રિયા આપી છે.
નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, ઝલક દિખલા જાની રોલર કોસ્ટર રાઈડ સમાપ્ત થઈ ગઈ છે. ફિનાલેથી આટલા નજીક પહોંચીને, પણ હું દુખી નથી. હું ખુશ છું અને મને પોતાના પર ગર્વ છે. જે કામ હું માત્ર સપનામાં કરી શકતી હતી તે મેં કરી બતાવ્યું. હું ફેન્સને પણ વિનતી કરીશ કે બિનજરુરી ટ્રેન્ડ શરુ કરવાની કે ચેનલને ટેગ કરવાની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે, ફિનાલેમાં જે કન્ટેસ્ટન્ટ પહોંચ્યા છે તેમના નામ છે- રુબિના દિલૈક, મિસ્ટર ફૈઝુ, નિશાંત ભટ્ટ, સૃતિ ઝા, ગુંજન સિન્હા, ગશમીર મહાજની.SS1MS