બર્થ ડે પાર્ટીમાં મમ્મી-પપ્પા સાથે આરાધ્યાએ કર્યું મેચિંગ
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાનો ૧૬ નવેમ્બરે જન્મદિવસ હતો. આરાધ્યાના બર્થ ડેના ત્રણ દિવસ બાદ એટલે કે ૧૯ નવેમ્બરે કપલે તેના માટે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં આરાધ્યાના ફ્રેન્ડ્સ, પરિવારજનો ઉપરાંત અભિષેક અને ઐશ્વર્યાના અંગત મિત્રો હાજર રહ્યા હતા. આરાધ્યાની બર્થ ડે પાર્ટીનો અંદરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તેના દાદા અમિતાભ બચ્ચન, દાદી જયા બચ્ચન અને નાની વૃંદા રાય પણ જાેવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં જાેઈ શકો છો કે, આરાધ્યાએ બર્થ ડે પર તેના પેરેન્ટ્સ સાથે મેચિંગ કર્યું છે. અભિષેક-ઐશ્વર્યા અને આરાધ્યા ત્રણેય વ્હાઈટ રંગના કપડામાં જાેવા મળી રહ્યા છે.
આરાધ્યા ૧૧ વર્ષની થઈ છે ત્યારે ૧૧થી ઊંધી ગણતરી શરૂ કરવામાં આવે છે અને ત્યાર પછી તે કેન્ડલ બુઝાવીને કેક કાપે છે. ઐશ્વર્યા તેની મદદ કરતી જાેવા મળે છે.
કેક કાપ્યા પછી અભિષેક દીકરીને પ્રેમથી ચૂમતો જાેવા મળે છે. વિડીયોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને વૃંદા રાયની પણ ઝલક જાેવા મળે છે. પાર્ટીમાં સૌ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આરાધ્યાની બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
જેમાં આરાધ્યા પાર્ટી માટે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહી છે. એક તસવીરમાં અભિષેક દીકરીને ચૂમતો જાેવા મળે છે. તો બીજી તસવીરમાં તે પત્ની ઐશ્વર્યા રાયના કપાળમાં પ્રેમથી ચુંબન કરતો જાેવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં જાેઈ શકાય છે પિંક અને વ્હાઈટ રંગના બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે.
નિયોન લાઈટથી હેપી બર્થ ડે આરાધ્યા લખવાવામાં આવ્યું છે. આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં સોનાલી બેન્દ્રે, જેનેલિયા ડિસૂઝા, બંટી વાલિયા વગેરે જેવા સેલેબ્સ પણ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે પણ ૧૬ નવેમ્બરે દીકરીની સુંદર તસવીરો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યાએ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-૧’થી ચાર વર્ષ બાદ કમબેક કર્યું છે.
આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી છે. હવે ઐશ્વર્યા એક્શન ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત, રમ્યા ક્રિષ્નન, પ્રિયંકા અરુલ મોહન અને શિવા રાજકુમાર સાથે જાેવા મળશે. અભિષેક બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘બ્રીધ’માં જાેવા મળ્યો છે.SS1MS