વોર્ડમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે, મહેશ કસવાલા સાવરકુંડલામાં
સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ભાજપ ઉમેદવાર મહેશભાઇ કસવાલાએ સાવરકુંડલા શહેરમાં વોર્ડવાઇઝ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે આજરોજ વોર્ડ નં. ર તથા ૬ ના રહીશોની મુલાકાત લઇ પોતાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
બંને વોર્ડમાં બહેનો દ્વારા મહેશભાઇ કસવાલાના સામૈયા કરી વધામણા કરવામાં આવ્યા હતા.
તેમણે અહીં સભાઓ યોજી હતી. જેમાં સાવરકુંડલા શહેર કમળમય બનાવવા માંગતા હોય તેમ લોકો બહોળી સંખ્યામાં ઉમળકાભેર જાડાયા હતા. વોર્ડ નં. ૬માં રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં મતદાતાઓએ નગરપાલિકાની જેમ જ આ વોર્ડમાંથી ભાજપને જંગી બહુમતીથી જીત અપાવવાની બાંહેધરી આપી હતી. મહેશભાઇ કસવાલાએ મતદાતાઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત તાલુકાના વંડા તથા શેલણા ગામે પણ રાત્રિ સભાઓ યોજવામાં આવી હતી. જેમાં ગામના સરપંચ, ઉપસરપંચ, સ્થાનિક આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઇ કસવાલા સાથે તેમના ચૂંટણી પ્રચારમાં સાંસદ નારણભાઈ કાછડીયા, સુરેશભાઇ પાનસુરીયા, પ્રવિણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, રાજુભાઇ દોશી વગેરે જાડાયા હતા.