જે.પી.નડ્ડાએ શહેરા ખાતે જાહેર સભા સંબોધી

(પ્રતિનિધિ)ગોધરા, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમા પર છે ત્યારે ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધી હતી.તેમને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા પૈકી શહેરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ માટે ચૂંટણી પ્રચાર અર્થ શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા સંબોધી હતી. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી સભાને સંબોધી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઉપસ્થિત કાર્યકરો દ્વારા તલવાર, સાફો પુષ્પગૂચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમને જનમેદનીને જણાવ્યુ હતુ કે હું ગુજરાતની પવિત્ર ધરતી પર આવ્યો છું મરડેશ્વર મહાદેવને હું નમન કરું છું આ વીરોની ભૂમિ છે આ એવી વીરોની ભૂમિ છે. જેનું સામાજિક ધાર્મિક અને રાજકીય યોગદાન ભૂલી શકાય તેમ નથી આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. વિકાસને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે.
નરેન્દ્ર મોદીએ તેની ઈંટ રાખીને સમગ્ર દેશમાં તેને અમલ કરવાનું કામ કર્યું છે કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમને જણાવ્યું કે કોંગ્રેસે સરદાર સાહેબનું ક્યારેય સન્માન કર્યું નથી.