સ્પેક એમ.બી.એ.ના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ “સેમિનારનું” આયોજન કરાયું
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના (એમ.બી.એ.) ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ ‘સિક્યોરિટી માર્કેટ ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારનું આયોજન ‘નેશનલ સિક્યોરિટી ડિપોઝીટ લિમિટેડ , સિક્યોરિટી એન્ડ એક્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેમજ નેશનલ સ્ટોક એક્ચેન્જ ઓફ ઇન્ડિયા’ ના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને “સિક્યોરિટી માર્કેટ એટલે શું ? ” તેના વિશે માહિતી મેળવી હતી .
આ સેમિનારને સફળ બનાવવા માટે સ્પેક એમ.બી.એ.ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના સંયોજક પ્રો.સેલવી પામરનું મહત્વનું યોગદાન રહ્યું હતું આ ઉપરોક્ત સેમિનારના સફળતા માટે સંસ્થાનાં ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તેમજ સ્પેક એમ.બી.એ. ના ડાયરેક્ટર ડો.વિશાલ પાટીદાર દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.