રાધનપુરમાં રતનપુરા ગામના યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઈ

પાટણ, પાટણ જીલ્લાના રાધનપુરમાં મારૂતી પ્લાઝા શોપીગ સેન્ટરમાં યુવાનની અંગત અદાવતમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ બાબતે મળતી માહિતી મુજબ હત્યારાઓ ખુલ્લેઆમ છરીના ઘા મારી યુવાનની હત્યા કરી હતી.
આ બાબતે સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના રતનપરા ગામનો મિત નામનો યુવાન રાધનપુર વારાહી રોડ પર આવેલ મારૂતિ પ્લાઝા શોપીગ સેન્ટરમાં કામ અર્થે ગયેલ હતો તે સમયે કોઈ અદાવતમાં હત્યારાઓ અચાનક રતનપુરના યુુવાનને છરી ના ઘા મારી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડતાં લોકોનાં ટોળે ટોળાં ઘટનાં સ્થળે આવ્યા હતા જયારે હત્યારો તીક્ષ્ણ હથીયારની મારી ફરાર થયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવાનને રાધનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ યુવાનની ગંભીર હાલત હોય વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડાય તે પૂર્વે જ યુવાને દમ તોડતા અને બનાવની જાણ મૃતક યુવાનનાં પરીવારજનોને થતા ગમગીની સાથે પરીવારજનો ભાંગી પડયા હતા