મહિસાગર જિલ્લામાં “દિવ્યાંગ મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો

ગોધરા, ચૂંટણી’ એટલે લોકશાહીમાં પોતાની હિસ્સેદારી નોંધાવાનો અવસર. આ અવસરમાં સમાજનો દરેક વર્ગ પોતાની હિસ્સેદારી નોંધાવે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. સમાજના યુવા વર્ગથી લઈને જૈફ વયના મતદારો મતદાન થકી ચૂંટણી પર્વમાં જાેડાઈને લોકશાહીના પાયાને વધુ મજબુત કરે તે માટે અનેક સુવિધાઓનું નિર્માણ કર્યું છે.
જે અનુસંધાને લોકશાહીના પર્વમાં મહીસાગર જિલ્લાના દિવ્યાંગજનો મતદાન થકી ૧૦૦ ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર ખાતે પર્સન વીથ ડીસએબીલીટી નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને ‘દિવ્યાંગ મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતી રેણુકાબેનએ જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં દરેક નાગરિક મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેકવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
‘‘મતદાન” પણ અન્ય “દાન”ની જેમ ઘણું પવિત્ર છે. ત્યારે સમાજના જવાબદાર નાગરિક તરીકે પ્રત્યેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જાેઈએ. લોકશાહીના પર્વમાં દિવ્યાંગજનોના મતનું પણ એટલું જ મહત્વ છે. તેથી દરેક દિવ્યાંગ વ્યક્તિ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે આ વખતે મતદાન મથક સુવિધા પૂરી પાડવામાં આવશે. તો આ સુવિધાઓનો લાભ લઈને અચૂક મતદાન કરીએ.