આસામ-મેઘાલયની સરહદ પર ફરી હિંસા ભડકીઃ ફાયરિંગમાં છના મોત
મેઘાલય સરકારે સ્થિતિને ધ્યાનમાં રાખતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી
(એજન્સી)ગુવાહાટી, આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર એ સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા છે. પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ ઘર્ષણ થયું અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત છ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મેઘાલય સરકારે આગામી ૪૮ કલાક માટે ૭ જિલ્લામાં મોબાઇલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
મેઘાલયના વેસ્ટ જૈંતિયા હિલ્સ, ઈસ્ટ જૈંતિયા હિલ્સ, ઈસ્ટ ખાસી હિલ્સ, રી-ભોઈ, ઈસ્ટર્ન વેસ્ટ ખાસી હિલ્સ, વેસ્ટ ખાસી હિલ્સ અને સાઉથ વેસ્ટ ખાસી હિલ્સમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યુ કે ઘટનામાં મેઘાલયના પાંચ અને આસામના એક વન રક્ષક સહિત કુલ છ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
કોનરાગ સંગમાએ કહ્યુ કે મેઘાલય પોલીસ તરફથી એફઆઈઆર નોંધી તપાસ કરવામાં આવી. તેમણે કહ્યું કે ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ શરૂ કરવામાં આવશે. મેં આ ઘટના પર આસામના મુખ્યમંત્રી સાથે વાત કરી અને તેમણે સહયોગનું આશ્વાસન આપ્યું છે. વેસ્ટ કાર્બી આંગલોંગના પોલીસ અધીક્ષક ઇમાદાદ અલીએ ‘પીટીઆઈ-ભાષા’ને જણાવ્યું કે ટ્રકને મેઘાલય સરહદ પર આસામ વન વિભાગના એક દળે વહેલી સવારે ત્રણ કલાક આસપાસ રોક્યા હતા.
તેમણે જણાવ્યું કે ટ્રક ન રોકાતા વન વિભાગના કર્મીઓએ તેના પર ગોળીઓ ચલાવી અને તેનું ટાયર પંચર કરી લીધુ. ચાલક, તેનો એક સહાયક અને એક અન્ય વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. અલીએ જણાવ્યું કે વન વિભાગના કર્મીઓએ ઘટનાની જાણકારી જિરિકેન્ડિંગ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.
તેમણે જણાવ્યું કે ત્યારબાદ સ્થળ પર ભીડ ભેગી થઈ ગઈ અને ધરપકડ કરાયેલા લોકોને છોડવાની માંગ થવા લાગી. ટોળાએ વિન વિભાગના કર્મીઓ અને પોલીસને ઘેરી લીધા ત્યારબાદ સ્થિતિને નિયંત્રણ કરવા માટે અધિકારીઓએ ગોળીઓ ચલાવવી પડી.
અધિકારીઓએ કહ્યું કે ઘટનામાં વન વિભાગના એક હોમ ગાર્ડનું મોત થઈ ગયું છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે. વન કર્મી વિદ્યાસિંગ લેખટેનું મોત થયું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા વચ્ચે માર્ચમાં એક સમજુતી પર હસ્તાક્ષર થયાના કેટલાક મહિના બાદ આ હિંસા થઈ છે.
ત્યારે બંને મુખ્યમંત્રીઓએ બંને રાજ્યો વચ્ચે ૮૮૪.૯ કિમી લાંબી સરહદની સાથે ૧૨ વિવાદિત ક્ષેત્રોમાંથી છમાં પાંચ દાયકા જૂના વિવાદને હલ કરવા માટે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.