ભાજપ સરકારમાં શંકર ચૌધરીને મહત્ત્વનું સ્થાન અપાશેઃ અમિત શાહ
(એજન્સી)ડીસા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે થરાદમાં ચૂંટણી સભા યોજી હતી. થરાદમાં અમિત શાહે શંકર ચૌધરીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે સભા દરમિયાન જણાવ્યું હતું કે, તમે માત્ર ધારાસભ્ય બનાવો, શંકર ચૌધરીને પાર્ટીમાં મોટું સ્થાન આપીશું
આ સાથે, લોકોને પણ શંકર ચૌધરીને મત આપવા અપીલ કરી હતી.અમિત શાહે ડિસામાં સભાને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસના રાજ્યમાં રમખાણ થતા હતા, જેમાં ૩૫૦ દિવસમાંથી ૩૦૦ દિવસ કરફ્યુ રહેતો હતો. જ્યારે અહીં ૨૦૦૨ પછી કોઈ એક દિવસ પણ કોઈ કરફ્યુ નથી થયું.
આ સાથે જ તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અહીં પાણી જે પહોંચ્યું તે કોંગ્રેસમાં દમ હોત તો ૨૫ વર્ષ પહેલાં પહોંચી ગયું હોત. તેમણે જનતાને સવાલ પુછ્યો હતો કે, કાશ્મીર આપણું છે કે નહીં, ૩૭૦ ની કલમ જવાહરલાલ નહેરુ મૂકીને ગયા હતા તેમની ૪ પેઢીએ રાજ્ય કર્યું, ૩૭૦ની કલમને તેમણે વહાલા દીકરાની જેમ પંપાળી હતી. જ્યારે આપણા મોદી સાહેબે ૩૭૦ કલમને એક ઝાટકે હટાવી દીધી.
અમિત શાહે તેમની સભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, સોનિયા -મનમોહનની સરકાર ૧૦ વર્ષ ચાલી તેમાં રોજ પાકિસ્તાનથી આલિયા-માલિયા જમાલિયા ઘુસી જતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આપણે પાકિસ્તાનમાં જઈને એરસ્ટ્રાઈક કરી.
છતાં પણ રાહુલ ગાંધી અને કેજરીવાલ એર સ્ટ્રાઈકના પુરાવા માંગતા હતા.આ સાથે જ, ખંભાત ખાતે પણ તેમણે સભા યોજી હતી. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસે પોતાના શાસનમાં ગરીબોને લૂંટ્યા જ છે. કોંગ્રેસ હંમેશા વોટ બેંક માટે કામ કરે છે. રામ મંદિર પણ વોટ બેંક માટે જ ન બનાવ્યું.’ નોંધનીય છે કે, આ બાદ તેઓ ૨ વાગે થરાદ, ૪ વાગે ડીસા અને રાત્રે ૮.૦૦ વાગે અમદાવાદની સાબરમતિ બેઠક પર પણ જાહેર સભા કરશે.
ખંભાતમાં અમિત શાહે જણાવ્યુ છે કે, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે.
કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા નથી જતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસે કયા કામ કર્યા તે સમજાતુ નથી. આજકાલ કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લે છે પરંતુ નરેન્દ્રભાઈએ સરદાર સાહેબને સન્માન અપાવ્યુ.
આ સાથે તેમમે જણાવ્યુ કે, ‘કોંગ્રેસે ૩૭૦ ની કલમ ન હટાવી કેમ કે, એમની વોટબેંક તૂટી જાય.આ સાથે અર્થતંત્ર અંગે જણાવ્યુ કે, દુનિયાભરના અર્થતંત્રમાં ભારતનું મજબૂત થયું છે. મનમોહને ૧૧માં નંબરે અર્થતંત્રને રાખ્યું હતુ. ભાજપે અર્થતંત્રને મજબૂત બનાવ્યુ. નરેન્દ્રભાઈ અર્થતંત્રને પાંચમાં નંબર સુધી લાવ્યા. આ સાથે ટ્રિપલ તલાક અંગે જણાવ્યુ કે, ત્રિપલ તલાક હટાવાતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.