ભાઈએ બહેનને છરીનાં ત્રણ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી

Files Photo
ધોરાજી, જૂનાગઢમાં ભાઇએ જ પ્રેમપ્રસંગમાં બહેનની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચેનાં માળમાં મુસ્લિમ તરૂણી અને યુવક વચ્ચે કૂણો પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
આ અંગેની જાણ ભાઇને થઇ જતા તેને મંગળવારે પોતાના ઘરમાં જ બહેનના ડાબા પડખામાં છરીનાં ત્રણ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આની જાણ થતા માતાપિતા તરૂણીને લઇને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. જાેકે, આ દરમિયાન હત્યા કરીને ભાઇ ફરાર થઇ ગયો હતો. જાેકે, પોલીસે ૨૧ વર્ષનાં ભાઇ ફિરોઝની ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં રહેતા રઝાકભાઇ સપરિયાણીની ૧૪ વર્ષની દીકરી યાસ્મીન ઉર્ફે રોજીનાને તેમના જ ઉપરના ફ્લેટમાં રહેતા ફૈજાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગેની જાણ યાસ્મીનના ૨૧ વર્ષનાં ભાઇ ફિરોઝને થઇ હતી. પરંતુ તેને બહેનનો ફૈજાન સાથેનો સંબંધ ગમતો ન હતો.
આ મુદ્દે ભાઇ અને બહેન વચ્ચે અનેકવાર બોલાચાલી પણ થઇ હતી. આ બંનેને માતા પિતા સમજાવી પણ દેતા હતા. મંગળવારે ફિરોઝે યાસ્મીનને છરીનાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આ ઘા ભાઇએ બહેનનાં ડાબા પડખામાં ખૂંપી દીધા હતા.
જેથી યાસ્મીનની હાલત લોહીલુહાણ થઇ ગઇ હતી. જે જાેતા જ માતાપિતા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં જતા જતા દીકરીનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. આ દરમિયાન ભાઇ બહેનની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ધસી ગયો હતો. પોલીસે ભાઇ ફિરોઝને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.SS1MS