વાગરા વિધાનસભાના ભાજપના ઉમેદવારને ગામે ગામ આવકાર

(પ્રતિનિધિ)ભરૂચ, વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનું ગામ જાેલવા કેસરિયા રંગે રંગાયું હતું.અરુણસિંહ રણાનો વાજતે ગાજતે ખુલ્લી જીપમાં વરઘોડો કાઢતા જાેલવાની ગલીઓ ભારતમાતા કી જયના નારાથી ગુંજી ઉઠી હતી. વાગરામાં ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણાનો ગામે ગામ પ્રચારનો ધમધમાટ ચાલી રહયો છે. પ્રત્યેક ગામા તેમને લોકોનો પ્રચંડ આવકાર મળી રહયો છે. વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલના ગામ જાેલવામાં પ્રચાર માટે જતા જાેલવામાં કેસરિયો છવાયો હતો.
જાગેશ્વર તાલુકા પંચાયત બેઠકના ગામોમાંથી ઉમટેલા લોકોએ અરુણસિંહ રણાને સાફો બાંધી રાજાશાહી ઠાઠથી ખુલ્લી જીપમાં વાજતે ગાજતે ડીજેના નાદ સાથે કાઢી હતી.જેના પગલે જાેલવાની ગલીઓ વંદે માતરમ અને ભરતમાતાકી જયના નાદથી ગુંજી ઉઠી હતી. લખીગામ ખાતે પણ મોટી સંખ્યામાં લોકોએ સ્કૂટર રેલી કાઢી હારતોરા કરી અરુણસિંહ રણાને બંધાવી તેમના પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યુ હતું.
જાહેરસભામાં ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાએ પોતે દશ વર્ષમાં કરેલ કાર્યોની ઝાંખી આપવા ઉપરાંત કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ લવારીએ ચડી છે.પણ મારામાં તો ભાજપના સંસ્કાર છે.હું ગમેતેમ ના બોલું તેમ કહી તેમણે કોંગ્રેસે ભાજપની પૂર્વ પટ્ટીના ગામો તૂટતા હોવાની ડીંગ સામે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે મત પેટી ખુલે ત્યારે જાેજાે કોણ તૂટે છે. તેમણે કહયું હતું કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય ત્યાર પછી કોંગ્રેસ ખોવાઈ જાય છે.જ્યારે ભાજપ અડીખમ છે.ખોવાઈ જાય તેવી પાર્ટીને મત આપી તમારો મત બગાડતા ના તમારી સાથે રહે, વિકાસ કરે તેને તમારો મત આપજાે.