Western Times News

Gujarati News

દેશની સૌપ્રથમ કરોડોના ખર્ચે બનેલી ડિજિટલ શામળાજી-રતનપુર ચેકપોસ્ટનો સૂર્યાસ્ત

રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના  ખર્ચે આધુનિકરણ કરાઇ અને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી  દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે.

 રાજ્યની વિવિધ ચેકપોસ્ટ નાબૂદ કરવાના નિર્ણય પછી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ભ્રષ્ટાચાર નાથવા રાજસ્થાન રાજ્યને અડીને આવેલી શામળાજી-રતનપુર ચેકપોસ્ટ દેશની સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ નો પણ સૂર્યાસ્ત થઇ જશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી  પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઈ છે,

જેને કારણે આરટીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે. દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. તેથી 25 નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ થઈ જશે. તમામ સ્ટાફ એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. ચેકપોસ્ટ પર અવર ડાયમેન્શન ચેક કરતું હતું.

જેમાં મોટી કંપનીઓને તેમાં રૂપિયા ભરવાના હોય છે. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઈનની સર્વિસ પણ મળી રહેશે. હાલ ચેકપોસ્ટની 300 કરોડની વાર્ષિક આવક છે. આઠ રાજ્યોમાં ગુજરાતમાં આવતી ટ્રકો આવે છે. ત્યાં મીટિંગ કરે છે. અને હવે બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન પેમેન્ટ લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.