ખેડબ્રહ્મામાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા યોજાઈ

(પ્રતિનિધી) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડબ્રહ્મા શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડમાં સોજે ૩ઃ૩૦ કલાકે જાહેર સભા યોજાઈ આ સભામાં ખેડબ્રહ્મા વિજયનગર તથા પોશીના તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતો ભાજપના જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું એ પછી ખેડબ્રહ્મા શહેરના તમામ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી નું ફૂલહાર મોમેન્ટો વિગેરેથી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ખેડબ્રહ્મા વિધાનસભા ભાજપના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ કોટવાલે પ્રવચન કરતાં કહ્યું હતું કે આ વખતે ભાજપની ૧૫૦ થી વધુ સીટો સાથે બહુમતી આપી મજબૂત સરકાર બનાવવાની છે અને તે માટે ખેડબ્રહ્મા સીટ પર વધુને વધુ મતદાન કરી વધુ એક કમળ ગાંધીનગર મોકલવાનું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારમાં ખેડબ્રહ્મા નો એક ડબ્બો આપણે મોકલવાનો છે હું હવે ભાજપનો સૈનિક બને છું અને વર્ષો પહેલેથી જ હું વ્યક્તિગત રીતે મોદી સાહેબનો ભક્ત રહ્યો છું.
એ પછી મુખ્યમંત્રી શ્રી એ તેમની આગવી છટામાં બોલતા જણાવ્યું હતું કે શ્રી મોદી સાહેબે પહેલા ગુજરાત થી જ વિકાસની રાજનીતિ શરૂ કરી છે અને તેના ફળ જનતા ચાખી રહી છે. અગાઉના ગુજરાતમાં રોડ રસ્તાઓનું ઠેકાણું નહોતું ૨૪ કલાક વીજળી પણ નહોતી મળતી આજે ગુજરાતમાં નાના નાના ગામડાઓમાં રોડ રસ્તા બની રહે છે ૨૪ કલાક વીજળી મળે છે શિક્ષણ અને આરોગ્ય ની સેવાઓ મળી રહી છે શાળાઓનું આધુનિકરણ કરાઈ રહ્યું છે.
પાંચ લાખ સુધી આરોગ્યની સેવાઓની નિઃશુલ્ક મળી રહી છે. નર્મદાનું પાણી ઠેક ઠેકાણે પહોંચ્યું છે પહેલા ફક્ત રાસાયણિક ખાતરનો જ વપરાશ થતો હતો એ જગ્યાએ ભાજપની સરકારે રાસાયણિક ખાતર ઓછું કરીને નૈસર્ગિક ખાતરનો ઉપયોગ વધારવાની પ્રાકૃતિક ખાતરથી પેદા થતુ અનાજ મળી રહી છે.
આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી જે ડી પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ ,રાજસ્થાનથી આવેલ ધારાસભ્ય બાબુલાલ ખરાડી, ફૂલસીહજી મીણા, તાલુકા પંચાયત ખેડબ્રહ્મા પોશીના તથા વિજયનગરના પ્રમુખો, લૂકેભાઈ કોટડા વાળા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, વિજયનગરના મયુરભાઈ શાહ ,જશુભાઈ પટેલ, સાબર ડેરી ઉપ પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ તથા ત્રણ જિલ્લાના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની અંતે આભાર વિધિ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલે કરી હતી.