ગ્રામ્ય વિસ્તારના વાહનોના HSRP નંબર પ્લેટ માટે કેમ્પો યોજાશે
ડાંગ : આહવાઃ તાઃ ૧૪ઃ ડાંગ જિલ્લાના તાલુકા મથકોના ગ્રામ્ય વિસ્તારમાં વાહન માલિકોના જુના વાહનોના એચએસઆરપી નંબર પ્લેટો લગાવવાની બાકી હોય તે અંગે જાહેર જનતાના હિતમાં વાહનોના એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાના કેમ્પોનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં નવી નંબર પ્લેટ માટે સવારે ૧૦-૦૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી કામગીરી કરવામાં આવનાર છે. તા.૧૭/૧૧/૨૦૧૯ ના રોજ પ્રાથમિક શાળા ભુસદા,તા.૨૩/૧૧/૨૦૧૯ ના રોજ પ્રાથમિક શાળા મહાલ,તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ પ્રાથમિક શાળા બોરપાડા અને તા.૩૦/૧૧/૨૦૧૯ ના રોજ પ્રાથમિક શાળા ચીંચલી ખાતે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,આહવા-ડાંગ ની અખબારી યાદીમાં જણાવાયું છે.