મમ્મી દેબીના બેનર્જીને હોસ્પિટલ મળવા પહોંચી દીકરી લિયાના
મુંબઈ, દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી હાલમાં જ મમ્મી-પપ્પા બન્યા છે. આ વર્ષના એપ્રિલમાં દીકરી લિયાનાના જન્મના સાત મહિના બાદ ૧૧ નવેમ્બરે તેમના ઘરે ફરી કિલકારી ગૂંજી અને બીજીવાર લક્ષ્મીજીનું આગમન થયું.
સેકન્ડ પ્રેગ્નેન્સીમાં એક્ટ્રેસને ડાયાબિટિસ, બ્લડ પ્રેશર તેમજ બાળકની સાઈઝ વધી ગઈ હોવા સહિતની તકલીફ થતાં તેણે સી-સેક્શન પર પસંદગી ઉતારી હતી. આ વખતે તેની પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ હોવાથી મા અને દીકરી બંનેને હોસ્પિટલમાં થોડા દિવસ વધારે રાખવામાં આવી હતી.
જાે કે, બંને ઘરે આવી ગયા છે અને સ્વસ્થ છે. ર્રૂે્ેહ્વી પર ચેનલ ધરાવતી દેબીના બેનર્જી તેની પ્રેગ્નેન્સી અને ડિલિવરી જર્ની દેખાડતાં વ્લોગ શેર કરતાં આવી છે. તેણે હાલમાં વધુ એક વ્લોગ અપલોડ કર્યો છે, જેમાં નાની બહેનને જાેઈને લિયાનાનું રિએક્શન કેવું હતું તે જાેવા મળે છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, દેબીના બેનર્જીને ઓપરેશન થિયેટરમાંથી રૂમમાં ખસેડવામાં આવે છે. ત્યારે જ સાત મહિનાની લિયાના નાની સાથે ત્યાં મમ્મીને મળવા પહોંચે છે, જેણે ‘બિગ સિસ્ટર’ લખેલું ટીશર્ટ પહેર્યું છે. થોડા સમય બાદ ગુરમીત તેની નવજાત દીકરીને એનઆઈસીયુમાંથી લઈને દેબીના પાસે લાવે છે. ત્યારબાદ તે કાલીઘેલી ભાષામાં તેની સાથે વાત કરે છે.
દીકરીને લઈને ગુરમીત થોડો ભાવુક થઈ જાય છે. અંતે લિયાનાને નાની બહેનને મળવાનો મોકો મળે છે, તેને જાેઈને તે ખડખડાટ હસવા લાગે છે.
વ્લોગના અંતમાં પણ લિયાનાનું રિએક્શન દિલ જીતી લે તેવું છે. ૧૧મી નવેમ્બરે દીકરીના જન્મની ખુશી ફેન્સ સાથે વહેંચતા દેબિના અને ગુરમીતે મેટરનિટી ફોટોશૂટની એક તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘અમે બીજીવાર પેરેન્ટ્સ બનીને ખૂબ ખુશ છીએ.
પરંતુ અમારી દીકરી સમય કરતાં વહેલી જન્મી ગઈ હોવાથી અમે હાલ પ્રાઈવસીની અપેક્ષા રાખી રહ્યા છીએ. તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા પર વરસાવતા રહેજાે’. આ સમાચાર મેળવી મિત્રો તેમના પર અભિનંદનનો વરસાદ કર્યો હતો.
દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીના લગ્ન ૨૦૧૧માં થયા હતા. બંનેની પહેલી મુલાકાત સીરિયલ ‘રામાયણ’ના સેટ પર થઈ હતી, જેમાં તેમણે સીતા અને રામનું પાત્ર ભજવ્યું હતું. ૧૦ વર્ષના લગ્નજીવન બાદ આ વર્ષે ત્રણ એપ્રિલના રોજ દીકરી લિયાનાનો જન્મ થયો હતો.
પહેલી પ્રેગ્નેન્સી એક્ટ્રેસ માટે સરળ રહી નહોતી. તેણે કન્સીવ કરવા માટે પાંચ વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો અને આઈવીએફનો આશરો પણ લીધો હતો. દીકરીના જન્મ બાદ તરત જ તેને બીજી પ્રેગ્નેન્સી રહી હતી.SS1MS