ભરુચમાં IHCLએ 55 રૂમની જિન્જર હોટેલનું ઉદ્ઘટાન કર્યુ

મુંબઈ, ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ આજે જિન્જર-બ્રાન્ડેડ હોટેલ શરૂ કરવાની સાથે ભરુચમાં એના પ્રવેશની જાહેરાત કરી હતી. રિ-ઇમેજ લીન લક્ઝની ફિલોસોફી પર ડિઝાઇન કરેલી જિન્જર ભરુચ મહેમાનોને ગતિશીલ સ્પેસમાં કામ અને રમતની દુનિયાનો સમય કરવાની તક આપે છે. આ ગોટેલને કોન્ટ્રાસ્ટના સતત સહ-અસ્તિત્વ પર ગર્વ છે.
આ પ્રસંગે આઇએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત છટવાલે કહ્યું હતું કે, “આઇએચસીએલ ગુજરાતની પ્રચૂર પ્રવાસન સંભાવના પ્રત્યે કટિબદ્ધ રહી છે
અને આ હોટેલ અમારી સમગ્ર ભારતમાં તમામ મુખ્ય શહેરોમાં કામગીરીની વ્યૂહરચના સાથે સુસંગત છે. દેશમાં સૌથી પ્રાચીન શહેરો પૈકીના એક અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર ભરુચમાં જિન્જર ભરુચ શરૂ થવાની સાથે અમે રાજ્યમાં તમામ બ્રાન્ડની કુલ 16 કાર્યરત હોટેલ ધરાવીએ છીએ.”
અંકલેશ્વર, ઝઘડિયા અને દહેજમાં મુખ્ય ઉત્પાદન કેન્દ્રોની નજીક વ્યૂહાત્મક સ્થાન ધરાવતી જિન્જર ભરુચ સુરત અને વડોદરા એરપોર્ટ તેમજ ભરુચ રેલવે સ્ટેશનથી સુવિધાજનક રીતે ડ્રાઇવિંગ કરીને પહોંચી શકાય એટલા અંતરે સ્થિત છે. 55 રૂમ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વાનગીઓને ઓફર કરતાં ઓલ-ડે ડિનર, એક કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ અને ફિટનેસ સેન્ટર ધરાવતી જિન્જર ભરુચ બ્લેઇઝર ટ્રાવેલર્સ માટે આદર્શ સ્થાન છે.
નર્મદા નદી નજીક સ્થિત ભરુચ ગુજરાતમાં સૌથી પ્રાચીન શહેર છે, જે એના સમૃદ્ધ ઇતિહાસ અને વારસા માટે જાણીતું છે. વળી આ એક મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર પણ છે તથા ઘણી ભારતીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ ધરાવે છે, જેમાં વિવિધ ટેક્સટાઇલ મિલો અને કેમિકલ પ્લાન્ટ સામેલ છે.
આ હોટેલના ઉમેરા સાથે આઇએચસીએલ સમગ્ર ગુજરાતમાં તાજ, સિલેક્યુશન્સ, વિવાન્તા અને જિન્જર બ્રાન્ડની 19 હોટેલ ધરાવશે, જેમાં ત્રણ નિર્માણાધિન હોટેલ સામેલ છે.