કલોલમાં કોંગ્રેસનો ગઢ તોડવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાેર લગાવ્યું
ગાંધીનગર, કલોલ વિધાનસભા વિસ્તારમાં કોગ્રેસનો ગઢ તોડવા માટે પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે આક્રમક પ્રચાર કર્યો હતો. કલોલ તાલુકાના પાનસર ગામે ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી ઉર્ફે બકાજી ઠાકોરના સમર્થનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી હતી. ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસ વાત કરી તેમણે બકાજીને જીતાડવા અપીલ કરી હતી.
નીતીનભાઈએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે આઝાદી પછી ૧૯૪૭થી ૧૯૯પ સુધીી કોગ્રેસ ગુજરાતમાં તેમજ ભારતમાં રાજ કર્યું છે. પણ કોઈ કોગ્રેસના વડાપ્રધાન કે નેતાએ આ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સારવાર કરવાનું યાદ પણ ન આવ્યું. આ ભાજપ સરકાર ગરીબો તેમજ મધ્યમવર્ગની સરકાર છે. ગરીબો માટે આયુષ્યમાન કાર્ડથી ઓપરેશનનો ફ્રીમાં કરી આપ્યાં છે.
એ કામ આજ સુધી કોગ્રેસને યાદ આવ્યું ન હતું. વધુમાં નીતીન પટેલે ઉમેયું હતું કે, દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા પૈસા નાખવામાં આવે છે. તેમાં ફકત મહેસાણા જીલ્લાની જ વાત કરું તો દર વર્ષે પ૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા આ યોજના હેઠળ સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે. પુર્વ ધારાસભ્ય ડોકટર અતુલે જણાવ્યું હતું કે, પાનસર ગામના ૪૦ જેટલા યુવાનો જયારે બાબરી ટ્રસ્ટ થયું તે વખતે થયેલા કેસમાં કોર્ટના ધકકા ખાવા પડયા હતા. ૬૦૦ વર્ષથી જે રામ મંદીરનો પ્રશ્ન ઉભો હતો એ આ ભાજપ સરકારે તેનો નિકાલ લાવી દીધો છે.