Western Times News

Gujarati News

વણાકબોરી ખાનકાહે કાદરીયા તરફથી સાતમું જશ્ને સમૂહ શાદીનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) સેવાલિયા, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી ખાતેના પીરે તરીકત હજરત ઈમ્તિયાઝ અહેમદ એન. કાદરી બાબા (ર.અ)ના સજ્જદા નશીન રોહાન અહેમદ આઈ. કાદરી બાવા દ્વારા આજરોજ બ્લ્યુ દરગાહે કાદરી, સ્કાય ફાર્મ, વણાકબોરી ડેમ પાસે સાતમા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં કુલ ૧૪ યુગલો લગ્નથી જાેડાયા હતા. આ સમૂહ લગ્ન સંપૂર્ણ રીતે ફીસબીલીલ્લાહ એટલે એટલે કે કોઈપણ પ્રકારની ફી ભર્યા વગર જ યોજવામાં આવ્યો હતો.જેમાં મહેમાન એ ખુશુસી સૈયદ કલનદર બાદશાહ બાવા,સૈયદ અરશદ હુસેન અલવીઉલ હુસેની, સૈયદ જૈનુલ આબેદીન કાદરી (જીલાની બાપુ) , ડૉ. સુનિલશાહ સાહેબ – અહમદાવાદ, સૈયદ મોઇન બાપુ કાદરી, લિયાકત અલી અબ્બાસમીયા કાદરી સાહેબ – અહમદાવાદ,સૈયદ રફીકબાવા -અહમદાવાદ , જનાબ તસલીમ આલમ બાવા સાહેબ તિર્મિઝી – મ્યુ કાઉન્સિલર – અહમદાવાદ, સૈયદ તન્વીરબાપુ ભરૂચ , સૈયદ ફરજદ અલી બાપુ ફારૂક બાપુ કાદરી કોડીનાર, સૈયદ વસીમ બાપુ ધોળકા, રઉફ બાપુ કાદરી – સરપંચ આતર સુમ્બા – કપડવંજ તેમજ બીજા નામી અનામી મહેમાનોએ પધારી સ્ટેજ શોભવ્યો હતો.

આ સમૂહલગ્ન માં ભાગ લેનાર યુગલોને ખાનકહે કાદરીયા તરફથી ૬૭ થી જીવન જરૂરી ચીજવસ્તુઓ ની ભેટ આપવામાં આવી હતી. ખાનકાંહે કાદરીયા તરફથી દરરોજ સાંજે સંધ્યા કાળ પછી શાહ – એ- આલમ દરગાહ મા લંગર (ભોજન) વહેંચવામાં આવે છે. ખાનદાને કાદરી વર્ષોથી ગરીબ અને જરૂરિયાત મદ લોકોની પડખે ઉભા રહી છે.

અને તમને મદદ રૂપ બને છે. આ સમૂહ લગ્ન અગાઉ વલર્ડ વાઈઝ જિક્રે મુસ્તુફા સલ. નું આયોજન કરવામાં આવે છે. જેમાં હજરત સૈયદના નૂરહશન કાદરી બાવા ર.અ કે સજ્જદા હજરત સૈયદના ઈમ્તિયાઝ અહેમદ કાદરી બાબા ર.અ ના વાર્ષિક ઉર્ષ ના પ્રસંગે વણાકબોરી માં વલર્ડવાઈઝ ઝીક્રે મુસ્તુફા સલ. મનાવવામાં આવે છે. જેમાં દુનિયાભરના મુરીદીન અને મુસલમાનો દ્વારા દુરૂદો સલામ પઢી આ મોકા ઉપર બારગાહે રિસાલત માં ખાનકાહે એહલે બૈત ના સદર સૈયદ હશનઅલી અશરફી યુલ હુસૈની નપાડ વાળા બાપુ (ખાનકહે એહલે બૈત – લંડન) દ્વારા પેશ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.