Western Times News

Gujarati News

પ્રથમ તબક્કાના ૭૮૮ ઉમેદવારમાંથી ૧૬૭ સામે ગુનાઓ દાખલ થયા છે

File

૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ઊભા રહેલા ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૩૭ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ) દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં તેમનો ગુનાહિત ઈતિહાસ સહિત, શૈક્ષણિક લાયકાત, આવક અને સંપત્તિને લઈને ખુલાસા કરવામાં આવ્યાં છે.

આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની ૮૯ વિધાનસભાના ૭૮૮ ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ૭૮૮ ઉમેદવારો માંથી ૧૬૭ ઉમેદવારો (૨૧ ટકા) પર ગુનાઓ દાખલ છે. જ્યારે ૧૬૭ ઉમેદવાર માંથી ૧૦૦ (૧૩ ટકા) સામે ગંભીર ગુનાઓ છે. ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા ૯૨૩ ઉમેદવારો માંથી ૧૩૭ ઉમેદવાર (૧૫ ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા જેમાં ૭૮ ઉમેદવાર (૮ ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.

વિધાનસભાન ચૂંટણીના પ્રથમ તબક્કાના ૨૭ ટકા ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં ૨.૮૮ કરોડ રૂપિયા ઉમેદવારોની સરેરાશ મિલકત હોવાનું જાણવા મળી રહ્યું છે.

પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર
• આપના ૮૮ ઉમેદવારો માંથી ૩૨ ઉમેદવારો (૩૬ ટકા) સામે ગુના દાખલ છે
• કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાંથી ૩૧ (૩૫ ટકા) સામે ગુના દાખલ
• જ્યારે ભાજપના ૮૯ ઉમેદવારો માંથી ૧૪ ઉમેદવાર (૧૬ ટકા) સામે ગુના દાખલ
• બીટીપીના ૧૪ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવાર (૨૯ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ
મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર
• કુલ ૯ મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે
• મર્ડરને લગતા ગુનાઓ – ૩
• મહિલાઉમેદવારો સામે આઈપીસી -૩૦૨ મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે,
• જ્યારે ૧૨ ઉમેદવારની સામે આઈપીસી ૩૦૭ મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.
• ૨૫ વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે.
• ૨૦૧૭ માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા ૨૧ (૨૪%) હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.