ભાજપની મતોની ધ્રુવીકરણની રાજનીતિ જામતી નથી
…. તેથી નરેન્દ્રભાઈએ સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણીલક્ષી મુદ્દાની સમીક્ષા કરવાની જરૂર છે!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટની છે મોરબી હોનારતમાં સુપ્રીમ કોર્ટે સમક્ષ નવ વર્ષની બાળકી એ માતા-પિતા ગુમાવતા એકલી પડી ગઈ છે! બાળકી ને વળતર સરકારે ૩૦ લાખ આપવું જાેઈએ કારણ કે સરકારી તંત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જવાબદાર હોવાનું મનાય છે
આ જ મોરબી હોનારતનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો ચાલી રહ્યો છે પરંતુ આ કેસ ‘ડે ટુ ડે’ ચાલવો જાેઈએ આમાં ચૂંટણીલક્ષી આંખ આડા કાન કરી શકાય નહીં એવી વકીલોમાં ચર્ચા ચાલે છે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ શ્રી ધનંજય ભાઈ ચંદ્રચુડ અને હિમાબેન કોહલીની ખંડપીઠે આ મુદ્દાને ગંભીરતાથી લઈ કે હાઇકોર્ટ સમક્ષ મૂકવા માર્ગદર્શન આપ્યું છે
વકીલો કહે છે રખડતા ઢોર નો પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ ઉઠાવ્યો અને વળતરની કોર્ટે જ વાત કરી! મોરબી જેવી મોટી હોનારતમાં પણ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો આનાથી વકીલોમાં ગણગણાટ અને નારાજગી છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના આદેશથી સરકાર કામ ન કરે તે કેમ ચાલે? વકીલોમાં ગણગણાટ?!
‘ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એ ન્યાય ન કહેવાય’ – થીઓડોર રુઝવેલ્ટ
અમેરિકાના પ્રમુખ થીયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે “ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય, પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!! અમેરિકાના સોલિસિટર જનરલ રોબોટ્સ જેકસન એ કહ્યું છે કે “ભૂલોમાંથી નાગરિકોને બહાર કાઢવા એ સરકારનું કામ નથી, સરકાર ભૂલ કરે તો તેને ખાડામાંથી ઉગારવાનું કાર્ય નાગરિકોનું છે”!! ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટેનો વ્યુહાત્મક જંગ જામ્યો છે પ્રજાના પ્રશ્નો અનેક છે સમસ્યા અનેક છે!
રામમંદિર, ૩૭૦ ની કલમ નાબૂદી, પરિવારવાદ, આફતાબનો મુદ્દા, છતાં ભાજપની ચૂંટણી પ્રચારમાં કરંટ કેમ નથી આવતો?! શ્રી નરેન્દ્રભાઈએ અંગત રીતે મૂલ્યાંકન કરવાની જરૂર છે!
ગુજરાતી પ્રજામાં ‘રામ મંદિર’ને લઈને પહેલા જેટલો પડઘો ચૂંટણી પ્રચારમાં પડતો નથી કારણ કે ભારતની સુપ્રીમકોર્ટે રામમંદિર નિર્માણનો માર્ગ મોકલો કર્યો છે અને અંતે કોર્ટ દ્વારા જ પ્રશ્ન પત્યો છે રહીવાત ૩૭૦ ની કલમ એ ભાજપની આગવી કુશળતા છે
પરંતુ ૩૭૦ ની કલમ નાબુદી પછી આતંકવાદીઓ નથી પરંતુ ૧૨ જેટલા કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગથી હત્યા થઈ અને અનેક નિર્દોષ મુસ્લિમોને પણ આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવી હત્યા કરી છે એટલે જાેઈએ એવું પરિણામ મળ્યું નથી માટે આ મુદ્દો પણ ચૂંટણીમાં જાેર પકડતો નથી!
‘પરિવારવાદ’ દરેક રાજકીય પક્ષમાં છે!! એટલે આ મુદ્દો પ્રજાને પ્રભાવિત કરતો નથી!! ‘આફતાબ’ નો મુદ્દો કે દરેક શહેરમાં આફતાબ ઉભો થશે પણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ નીચે કામ કરે છે માટે આ મુદ્દો પણ જાેર પકડતો નથી!! માટે પ્રજા સમક્ષ ભાજપે પ્રથમ જે મુદ્દો પ્રચારમાં લે તો તેનો વળતો જવાબ ના હોય એવા મુદ્દા લેવાની જરૂર છે અને આ માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ‘સ્ટાર પ્રચારકો’ની બેઠક કરીને યોગ્ય મુદ્દા ગોઠવવાની જરૂર છે!
એલિસબ્રિજ ના સુશિક્ષિત મતદારોમાં શ્રી અમિતભાઈ શાહ નું ડોર ટુ ડોરનો સંપર્ક અને પ્રજાના કામ બોલે છે એટલે અસંતુષ્ટો તેમની સામે ગુપ્ત પ્રચારમાં નહીં ફાવે!!
ભાજપ અમદાવાદ શહેરના પ્રમુખ અને શહેરના પૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહ તે પ્રત્યક્ષ લોકશાહીને વરેલા ઉમેદવાર છે તેઓનો દર રવિવારે પ્રજાનો સંપર્ક જાળવ્યો છે
સંપર્ક દરમિયાન આવતી પ્રજાની સમસ્યાઓ ઉકેલવા પ્રમાણીક પ્રયત્ન કરેલ છે એટલું જ નહીં શહેરમાંથી કોઈ પણ નાગરિકની ફરિયાદ આવે તેના ઉકેલમાં રસ લીધો છે! માટે પ્રજાલક્ષી કામોમાં કર્મશીલ રહેલા શ્રી અમિતભાઈ શાહ વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપે આત્મદર્શન કરી તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરી ટિકિટ આપી છે એ યોગ્ય છે!
પરંતુ આ પહેલા કરવાની જરૂર હતી કારણ કે અમિતભાઈ શાહનું ‘કામથી નામ બોલે છે’ એલીસબ્રીજના મતદારો જાગૃત છે