ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિખિલભાઇ કરિયલની પટના હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કયા કારણસર કોણે મૂકી? ટોક ઓફ ધ બારનો મુદ્દો બન્યો!
ભારતની સુપ્રીમકોર્ટની છે જેની કોલેજીયમ માં ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ઉપરાંત ઈનસેટ તસવીરમાં ડાબી બાજુથી જસ્ટિસ સંજય કિશન કોલ, જસ્ટિસ અબ્દુલ નાઝીર, જસ્ટિસ કે.એમ જાેસેફ, જસ્ટિસ મુકેશભાઈ શાહ જસ્ટિસ સંજયભાઈ ખન્ના જેઓ વર્તમાન કોલેજીયમના સભ્યો છે
સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી સંજય કિશન કોલે કહ્યું હતું કે “ઘરના માલિક કોઈ એક વ્યક્તિને ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપે એનો અર્થ એ નથી કે બધા તેના ઘરમાં પ્રવેશી શકે કોઈની સાથે કેવી રીતે જીવવું એ નક્કી કરવાની સ્વતંત્રતા ઘરના માલિકની છે”!!
આનો અર્થ એ છે કે જસ્ટીસ શ્રી સંજય કિશન કોલ એ સ્વાતંત્ર પ્રિય ન્યાયાધીશ છે બીજી તસવીર જસ્ટીસ અબ્દુલ નાઝીરની છે તેઓ ઉદાર મતવાદી ન્યાયાધીશ છે તેમને રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો આપ્યો હતો ત્રીજી તસ્વીર જસ્ટીસ કે.એસ.જાેસેફની છે છે તેમને સપ્ટેમ્બર ૨૦૨૧ માં એક કેસમાં કરેલું કે આરોપી વિરુદ્ધ નકર અને નોંધવા લાયક પુરાવા હોય તો જ આરોપી વિરૂધ્ધ સમન્સ ઈશ્યુ કરી શકાય!
જસ્ટિસ શ્રી મુકેશભાઈ શાહે કહ્યું છે કે “લોકોને ઝડપી ન્યાય મળે એ તમામનું ઉત્તરદાયિત્વ છે”!! જસ્ટિસ શ્રી સંજયભાઈ ખન્ના પણ ન્યાયતંત્રની સ્વતંત્રતા ની સમર્થકતા અભિવ્યક્ત કરતા ચુકાદો આપ્યો છે ત્યારે અહીં મહત્વનો મુદ્દો શોધવાની જરૂર છે કે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નિખિલભાઇ કરીયલની બદલીની દરખાસ્ત કોલેજીયમ ની બેઠકમાં કોણે કરી?!
કોલેજીયમની મીટીંગ તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ મળી હતી તેમાં જસ્ટીસ નિખિલભાઇ કરીયાલ ની બદલીની દરખાસ્ત મુકાઈ હતી પરંતુ જ્યારે ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચુડે વિધયાત્મક વિચારવાની ખાતરી આપી છે ત્યારે કોઈ રચનાત્મક પરિણામ આવવાની સંભાવના વચ્ચે વકીલોનો આંદોલન સમેટાઈ ગયું છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
સુપ્રીમકોર્ટની કોલેજીયમમાં જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટીસ સંજય કિશન કોલ, જસ્ટીસ કે.એમ.જાેસેફ, જસ્ટીસ અબ્દુલ નાઝીર, જસ્ટીસ મુકેશભાઈ શાહ, જસ્ટીસ સંજયભાઈ ખન્ના હાલ સામેલ છે અને તારીખ ૧૬ સપ્ટેમ્બરે કોલેજયમની બેઠક મળી હતી!
“ગુંચવાડાભરી પ્રાર્થનામાંથી શ્રી પરમેશ્વર સાચો અર્થ શોધી લે છે”- રિચાર્ડ સીબેસ
રિચાર્જ સીબસે સરસ કહ્યું છે કે “ગુંચવડા ભરી પ્રાર્થના માંથી પણ શ્રી પરમેશ્વર સાચો અર્થ શોધી લે છે”!! અમેરિકાની સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જાેન માર્શલ તેમજ એલેક્ઝાન્ડર હેમિલ્ટને કહ્યું છે કે “અદાલતની સમીક્ષા બંધારણના આત્મા સાથે સુસંગત છે તેમજ જે રાજકીય વ્યવસ્થા સ્વીકારી છે
તેના સંદર્ભમાં વિચારવાથી જણાય છે કે તેના સિવાય ચાલી શકે તેમ નથી”!! ભારતમાં લોકશાહી અને સર્વોપરી બંધારણ છે અને ભારતના ન્યાયતંત્રને અદાથી સમીક્ષા કરવાનો બંધારણીય અધિકાર છે ત્યારે દેશના ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને સક્ષમતા અનિવાર્ય છે
અને માટે ન્યાયાધીશોની નિયુક્તિ માટે કોલેજીયમ પ્રથા અગત્યની છે અને અનિવાર્ય છે ત્યારે ગુજરાતના વકીલો તેને કઈ રીતે મૂલવે છે અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલભાઇ કરીયલ ની રજૂઆત બાદ સુપ્રીમકોર્ટની કોલેજીયમ પુન સમીક્ષા કરી શું તારણ કાઢે છે એ જાેવાનું રહે છે
જ્યાં સુધી આપણે સામાજિક લોકશાહીને જીવનમાં ઉતારીશું નહીં, ત્યાં સુધી સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોને જીવનમાં માન્યતા આપીશું નહીં, ત્યાં સુધી આઝાદીનો કોઈ અર્થ નથી – ચીફ જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચુડ
કેન્દ્રના કાયદામંત્રી કિરણ રીજ્જુને વર્તમાન કોલેજીયમ પ્રથા ખટકી રહી છે
પરંતુ જ્યારે આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે જ એક ચુકાદો દ્વારા કોલેજીયમ પ્રથાને માન્ય ઠરાવી છે અને સરકારી હસ્તક્ષેપથી ન્યાયતંત્રને બચાવવા આ પ્રથા જરૂરી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના સનિષ્ઠ અને કર્મશીલ ન્યાયાધીશ જસ્ટીસ શ્રી નિખિલભાઇ કરીયલની પટના હાઇકોર્ટ ખાતે બદલીનો સુપ્રીમ કોર્ટની કોલેજીયમમાં ર્નિણય કરતા
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ બારના વકીલ અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ સમક્ષ રજૂઆત કરી છે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ વિશાળ હૃદય ધરાવતા કાબેલ ન્યાયાધીશ છે ત્યારે જસ્ટીસ શ્રી નિખિલભાઈ કરીયલ બાબતે કોલેજીયમ એ આવો ર્નિણય કોનાથી કર્યો આ મુદ્દા વકીલોમાં ટોક ઓફ થી બાર નો મુદ્દો બન્યો છે
સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ એ વ્યક્તિ સ્વતંત્રતા પ્રકાર હિમાયતી છે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે સામાજિક લોકશાહીને જીવનમાં ઉતારીશું નહીં જ્યાં સુધી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોને જીવનમાં માન્યતા આપીશું નહીં
ત્યાં સુધી આઝાદીનો કોઈ અર્થ નથી તેવા સંજાેગોમાં દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ભાઈ ચંદ્રચુડે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલભાઇ કરિયલની પટના હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરતા ર્નિણય માટે કોલેજીયમમાં દરખાસ્ત કોને મૂકી અને શા માટે મૂકી તેનો ગંભીર મૂલ્યાંકન કરવું એ જરૂરી બને છે